સેના પ્રમુખ જનરલ બિપીન રાવતનું નામ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ માટે સૌથી આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 16:08:47
  • Views : 452
  • Modified Date : 2019-08-18 16:08:47

સેનાના ત્રણેય દળના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDSની નિમણૂક કરવાની જાહેરાત સાથે જ ઈતિહાસ રચવાની તક કોણ મળશે તે અંગેના અનુમાન લગાવાઈ રહ્યા છે. આ પદ માટે આર્મી ચીફ જનરલ બિપીન રાવતનું નામ સૌથી આગળ છે. જો કે હાલ તો વાયુસેનાના ચીફ બીએસ ધનોઆ ત્રણેય સેનાઓના પ્રમુખમાંથી સૌથી સિનીયર છે. સાથે જ તેઓ ત્રણેય સેના પ્રમુખોની સમિતીના અધ્યક્ષ પણ છે.ધનોઆ સિનીયર, સપ્ટેમ્બરમાં રિટાર્યડ થશેઃ ત્યારબાદ રાવતનો નંબરધનોઆ સપ્ટેમ્બરમાં રિટાર્યડ થશે. ત્યારબાદ જનરલ રાવત સૌથી સિનીયર પ્રમુખ બનશે. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2019 સુધીનો છે. CDSની નિમણૂકની ભલામણ રક્ષા મંત્રાલયની સમિતિ કરશે. વડાપ્રધાનના નેતૃત્વમાં કેબિનેટની નિમણૂક સમિતિ તેની પર અંતિમ મહોર લગાવશે. CDSની વ્યવસ્થા શરૂ થતાની સાથે જ ચેરમેન ઓફ સ્ટાફ કમિટિનું પદ ખતમ થઈ જશે. હાલ ત્રણેય સેનાના પ્રમુખોમાં સૌથી સિનીયરને આ પદવી મળે છે. CDSનું રિપોર્ટિંગ રક્ષા મંત્રી અને પીએમના નેતૃત્વવાળા રક્ષા મામલાઓની કેબિનેટ કમિટિને કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે CDSના પદની રચના કરવા માટે પીએમઓ, નેશનલ સિક્યોરીટી કાઉન્સિલ સેક્રેટરિએટ અને રક્ષા મંત્રાલય વચ્ચે બે મહિનાથી વિમર્શ ચાલી રહ્યો હતોઆર્મીઃ જનરલ બિપીન રાવત- જનરલ બિપીન રાવત ડિસેમ્બર 1978માં કમિશન ઓફિસર બન્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016થી આર્મીના પ્રમુખ છે. અંદાજે સાડા ચાર મહિના બાદ તેઓ રિટાર્યડ થશે. પૂર્વ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા, કાશ્મીર ધાટી અને પૂર્વોત્તરમાં કામકાજનો અનુભવ રહ્યો છે.નૌસેનાઃ એડમિરલ કરમબીર સિંહ- એડમિરલ કરમબીર સિંહ જુલાઈ 1980માં કમિશન ઓફિસર બન્યા હતા. તેઓ 31 મે 2019થી નૌસેનાના પ્રમુખ છે. તેઓ નવેમ્બર 2021માં રિટાર્યડ થશે. ત્રણેય સેના પ્રમુખોમાં સૌથી ઓછી વયના છે. સેના પ્રમુખોનો કાર્યકાળ ત્રણ વર્ષ અથવા 62 વર્ષની ઉમર(જે પહેલા આવે તે) સુધીનો હોય છે. વાયુસેનાઃ એર માર્શલ બીરેન્દ્ર સિંહ ધનોઆ- એર માર્શલ બીએસ ધનોઆ જૂન 1978માં કમિશનર ઓફિસર બન્યા હતા. તેઓ 1 જાન્યુઆરી 2017થી વાયુસેનાના પ્રમુખ છે. આવતા મહિને તેઓ રિટાર્યડ થશે. એર માર્શલ ધનોઆ 1લી જૂન 2019થી ત્રણેય પ્રમુખ સમિતચિના ચેરમેન પણ છે. 

Download Our B K News Today App



Related News