શરદી, ખાંસીના લક્ષણો ધરાવતા ૧૫ જેટલા લોકોના સેમ્પલ લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-05 12:14:30
  • Views : 1321
  • Modified Date : 2020-05-05 12:14:30

અમીરગઢ તાલુકામાં શરદી, ખાંસી અને કોરોના વાળા વિસ્તારમાંથી આવેલા ૧૫ જેટલા લોકોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે, જોકે આ તમામ સેમ્પલ રિપોર્ટ માટે મોકલી દેવાયા છે. અમીરગઢ તાલુકામાંથી બહાર મજુરી નોકરી માટે ગયેલા લોકો કોરોના મહામારી અને લોકડાઉનમાં સતત વધારો થતા તેમજ સરકાર દ્વારા વતનમાં જવાની મંજૂરી આપવામાં આવતા વતનમાં આવેલા કેટલાક લોકો ના તેમજ શરદી, ખાંસી ધરાવતા લોકોના અમીરગઢ તાલુકા હેલ્થ કચેરીની ટીમ દ્વારા
સેમ્પલ લેવાયા હતા. આ અંગે અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.બી.મહેતાએ જણાવ્યું હતું કે, અમીરગઢ તાલુકામાં બહારથી આવેલા તેમજ શરદી, ખાંસીના લક્ષણો ધરાવતા ૧૫ જેટલા લોકોના સેમ્પલ લેવાયા છે જે તમામ સેમ્પલ લીધા બાદ તમામને હોમ કવોરોન્ટાઇન કરાયા છે.

Download Our B K News Today App



Related News