ડીસામાં એક વર્ષ પછી પોલીસ વિભાગની કાર્યવાહી ઘીના ફેઇલ થયેલા સેમ્પલ બાદ ફેકટરી સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 12:02:57
  • Views : 931
  • Modified Date : 2020-10-31 12:02:57

બનાસકાંઠાના ડીસા શહેરમાં શુક્રવારે નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ છે. એક વર્ષ અગાઉ ઝડપાયેલા શિવમ બ્રાન્ડ ઘી ના નમૂના એફએસએલમાં મોકલ્યાં બાદ તેનો રિપોર્ટ ફેઇલ થતા ઘી બનાવતી આ ફેકટરીને પોલીસે સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા શહેરમાં શુક્રવારે વધુ એક નકલી ઘી બનાવતી ફેક્ટરીને સીલ મારી દેવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉ ફૂડ વિભાગની ટીમે ડીસાની વીર માર્કેટિંગ નામની ઘી બનાવતી ફેકટરીમાં દરોડા પાડયા હતા. તે સમયે આ ફેક્ટરીમાંથી શિવમ બ્રાન્ડ નામના ઘીના નમુના લઈ એફએસએલમાં મોકલી
આપવામાં આવ્યા હતા. જેના સેમ્પલ ફેઇલ થતાં એક વર્ષ બાદ પોલીસ અને ફૂડ વિભાગે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. અને ફેક્ટરીના માલિક વિકી રાજુભાઈ મોદી સામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા તેમજ વિશ્વાસઘાત કરી નકલી ઘી વેંચતા ફરિયાદ નોંધાઈ છે. ડીસા દક્ષિણ પોલીસ દ્વારા આ ઘી બનાવતી ફેકટરીમાં તપાસ હાથ ધરી હતી . પોલીસે ફેક્ટરી માં પંચનામુ કરી આ ફેક્ટરીને સીલ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ સુધી આ વેપારીએ કેટલાય લોકોને નકલી ઘી ખવડાવી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હશે. ત્યારે એક વર્ષ સુધી ક્યાં ક્યાં ઘી વેચ્યું, કેટલા રૂપિયાનું ઘી વેચ્યું તે મામલે પણ તપાસ થવી જોઈએ. અને આવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News