કોરોના કાળમાં ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાને ચલાવવા અને સાવચેતીને લઈને કેવડિયા ખાતે સેમિનાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:43:58
  • Views : 335
  • Modified Date : 2020-09-26 12:43:58

     ગુજરાત સહિત દેશમાં પ્રવાસન ધામો હજુ ખુલ્યા નથી ત્યારે દેશના પ્રવાસન ધામો અને ત્યાં ચાલતા હોટેલ ઉદ્યોગ અને સ્થાનિક રોજગારી હજુ પણ મુશ્કેલીમાં છે અને અનલોક 4 આવ્યા બાદ ઘણું બધું ખુલી ગયું છે. ત્યારે સિમેન્ટના જંગલો એટલે શહેરમાં રહીને કંટાળેલા લોકો હવે પ્રાકૃતિક વાતાવરણથી ભરપૂર જગ્યાએ જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાલ કુદરતી વાતાવરણથી ભરપૂર નર્મદા જિલ્લો સૌથી વધુ પ્રવાસીઓની પસંદગી બને છે. ત્યારે ઓક્ટોબર મહિનામાં કેવડિયાના ઘણા બધા પ્રોજેક્ટો ખુલવાના છે. ત્યારે કોરોનામાં સાવચેતી કેવી રાખવી કોવિડ-19ની ગાઈડલાઈનને ફોલો કરી તમામ ટુરિસ્ટની સાવચેતી સહિત કેવી રીતે કામ કરવું જે અંગેની ચર્ચા માટે રાજ્યના ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિકોનો એક સેમિનાર કેવડિયા નર્મદા ટેન્ટ સીટી-2 ખાતે નર્મદા ટેન્ટ સીટી દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં આ ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પ્રવાસીઓને સેફ્ટી સાથે કુદરતી સૌંદર્ય બતાવવા પ્રયાસ
દેશના અને રાજ્યના તમામ પ્રવાસન ધામો ખોલવાની પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે અનલોક 4 બાદ નર્મદા વિસ્તારમાં કુદરતી વાતાવરણ ને લઈને કેટલીય સાઈડ સીનો ને લઈને પ્રવાસીઓ નર્મદા મા આવી રહ્યા છે.ત્યારે રાજ્યના ટુર એન્ડ ટ્રાવેલ્સનું એક સેમિનાર કરી પ્રવાસીઓને સેફ્ટી સાથે કુદરતી સૌંદર્ય બતાવી આ વિસ્તારને ધબકતો કરવાની કોશિશ કરી છે.અને જરૂરી કેટલા પેકજોબી ની પણ ચર્ચા કરવામાં આવી છે. -પ્રબલ પટેલ (સી.મેનેજર નર્મદા ટેન્ટ સીટી-2)

Download Our B K News Today App



Related News