બનાસકાંઠામાં રેડ ઝોન બાદ કોરોના વાયરસના ૪૫૦ સેમ્પલ લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 10:55:42
  • Views : 1869
  • Modified Date : 2020-05-03 11:23:36

બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોનમાં મુકાયા બાદ આરોગ્ય વિભાગ સાબદુ બની ગયુ છે અને સૌથી વધુ ૪૫૦ જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લઇ કોરોના વાયરસના દર્દીઓને વધુમાં વધુ ડિટેક્ટ કરી તેને ફેલાતો અટકાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર દેશ અને દુનિયા મહાજંગ ખેલી રહી છે. ત્યારે આ દૈત્ય કોરોના વાયરસના પ્રકોપથી બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહી શકયો નથી. આ છેવાડાના સરહદી વિસ્તારમાં પણ અત્યાર સુધી ૩૧ કોરોના વાયરસ સંક્રમિત લોકો મળ્યા છે. તેમજ કોરોના વાયરસના દર્દીઓ મળી આવવાની પ્રક્રિયા ચાલુ રહેતા બનાસકાંઠા જિલ્લાને પણ બે દિવસ અગાઉ રેડ ઝોનમાં મુકાયો છે. બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોનમાં મુકતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ સાબદુ બની ગયુ છે અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકોના સેમ્પલ લઇ કોરોનાગ્રસ્ત દર્દીઓને ડિટેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં ડીસા ખાતે આવેલી ભણસાલી કોવિડ હોસ્પિટલ અને પાલનપુરમાં આવેલી બનાસ કોવિડ હોસ્પિટલમાં ૪૫૦ જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના તબીબોએ શંકાસ્પદ દર્દીઓનો સ્ક્રિનિંગ કરી તેમના સેમ્પલ લઇ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

Download Our B K News Today App



Related News