ગાંધીનગરમાં સેલ્ફી પોઇન્ટનું બાળમરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:21:17
  • Views : 259
  • Modified Date : 2021-03-16 11:21:17

ગતરોજ ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા ચર્ચિત બનેલા સેલ્ફી
પોઇન્ટના મુદ્દે ફરીથી ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે. આના અગાઉ પણ સ્થાયી સમિતિમાં આ મુદ્દાને મુલતવી રાખવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં ચ/૫ જીવરાજ મહેતા ભવન નજીક સેલ્ફી પોઇન્ટ બનવાનું હતું. આ સેલ્ફી પોઇન્ટ મેયરની ગ્રાન્ટમાંથી બનવાનો હતો.
પરંતુ સ્થાયી સમિતિ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યો છે. સ્થળ તપાસ કરતા સેલ્ફી
પોઇન્ટ બનાવવાની જગ્યાએ
પાર્કિંગની સમસ્યા હોય તેવું કારણ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ક ઓર્ડર આપવામાં ન આવ્યો હોવા છતાં પણ ઈજારા દ્વારા બાંધકામ શરૂ કરી દેવાતા  ઇજારદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે.તેમજ સંલગ્ન જે અધિકારીએ મૌખિક કે લેખિત માં મંજૂરી આપી હોય તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે. આ અગાઉ પણ કોંગ્રેસ દ્વારા સ્થળ તપાસ કરાતા જગ્યા ઉપર
 બાંધકામ શરૂ થઇ જતા કોંગ્રેસ દ્વારા સેલ્ફી પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ચર્ચિત બનેલા સેલ્ફી પોઇન્ટનું આખરે બાળ મરણ થયું હતું.

Download Our B K News Today App



Related News