કોંગ્રેસના કોર્પોરેટરોએ સેલ્ફી પોઇન્ટનો સેલ્ફી પાડી વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:13:22
  • Views : 246
  • Modified Date : 2021-03-11 11:13:22

શહેરના ચ ૫ સર્કલ પાસે મહાપાલિકા દ્વારા સેલ્ફી પોઇન્ટ બનાવવા જગ્યા નક્કી કરાઇ હતી. પરંતુ ત્યારબાદ વિરોધ થતા સેલ્ફી પોઇન્ટને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે તેવી જાહેરાત કરાઇ છે. પરંતુ સ્ટેન્ડીંગ બેઠકમાં આ મુદ્દાને બાકાત રાખવામાં આવ્યો છે. છતા વેન્ડર દ્વારા કામગીરી બંધ કરવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા સેલ્ફી પોઇન્ટની વિઝીટ કરી સ્થળ
ઉપર સેલ્ફી પાડી અનોખી રીતે વિરોધ કરાયો હતો.
કોંગ્રેસના કોર્પોરેટરોએ કહ્યું કે, મહાપાલિકામાં રીટા
પટેલના શાસનમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે. અનેક કામ
પોતાના મળતિયાઓને
આપવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક સેલ્ફી પોઇન્ટમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. ચ-૫ સર્કલ પાસે સેલ્ફી પોઇન્ટ બનાવવા તોડફોડ કરી દેવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, ટેન્ડર પાડ્યા પહેલા જ તોડફોડ કરી દેવામાં આવી છે. સ્ટેન્ડીંગ બેઠકમાં મુદ્દાને બાકાત રાખવામાં આવ્યો છે. છતા હજુ કામગીરી ચાલુ રહેતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો.
કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ, વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, જયરાજસિંહ વાઘેલા અને રજનીભાઇ પટેલે સેલ્ફી
પોઇન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં સેલ્ફી પાડી અનોખો વિરોધ કરાયો હતો. ત્યારે રજની પટેલે કહ્યું હતું કે, સેલ્ફી પોઇન્ટ માટે અન્ય જગ્યાએ બનાવવાનુ જાહેર કરાયા બાદ પણ વેન્ડર વી.એસ. ઠાકર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ત્યારે આ કામગીરી માત્ર ૧૪ લાખ રૂપિયા હડપ કરવા માટે કરાઇ રહી છે.  કોંગ્રેસના
કોર્પોરેટરો દ્વારા કમિશનર, ડે.કમિશનર, સીટી ઇજનેર ભરત પંડ્યા, અધિકારી રતાણીને કામગીરી બંધ કરવા રજૂઆત કરી હતી અને કહ્યુ હતું કે, જાે કામગીરી બંધ કરવામાં નહિ આવે તો તમામ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ઉલ્લેખનિય છેકે, ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News