ડીસા ખાતે પણ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્વરિયવિશ્વ વિદ્યાલય ખાતેઆત્મનિર્ભર કિસાન અભિયાનનો online શુભારંભ કરવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 11:34:59
  • Views : 180
  • Modified Date : 2022-03-28 11:34:59

 

 

ડીસા ખાતે પણ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્વરિયવિશ્વ વિદ્યાલય ખાતેઆત્મનિર્ભર કિસાન અભિયાનનો online શુભારંભ કરવામાં આવ્યો હતો

ડીસા ખાતે પણ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્વરિયવિશ્વ વિદ્યાલય ખાતેઆત્મનિર્ભર કિસાન અભિયાનનો online શુભારંભ કરવામાં આવ્યો હતો.આ અભિયાનના શુભારંભમાં apmcના સેક્રેટરી અમરતભાઇ જોશી kvkના મનીષાબેન પણ હજાર રહ્યા હતા..

રાસાયણિક ખેતીના ગંભીર દૂષ્પ્રભાવે દેશના ખેડૂતોને એટલા નબળા બનાવી દીધા છે કે જેનાથી તેઓ આત્મ॥નિર્ભરતાના બદલે આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોને પુન: આત્મનિર્ભર, મનથી સશક્ત તથા ખુશહાલ થવા માટે મનોબળની જરૂરિયાત છે. જે રાજયોગથી પ્રાપ્ત થાય છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અંતર્ગત રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનનો કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ ઘણાં વર્ષોથી પારંપારિક કૃષિ અને શાશ્વત યૌગિક ખેતી ભારતભરના ખેડૂતોને શીખવી રહ્યો છે. ખેતીના દરેક તબક્કે રાજયોગ અર્થાત પરમ કૃષક પરમાત્મા સાથે બુદ્ધિનો તાર જોડી ખેતી કરવી એને જ યૌગિક ખેતી કહેવામાં આવે છે. જેના અનેક સારા પરિણામો ખેડૂતોને મળી રહ્યા છે. યૌગિક ખેતી દ્વારા ખેડૂતો સાત્વિક અને પૌષ્ટીક તેમજ વધુ માત્રામાં ઉપજ લઈ શકે છે. સ્વર્ણિમ ભારત બનાવવાની પરિકલ્પનાની સાથે-સાથે આ યૌગિક ખેતી તેમજ ખેડૂતોને આર્થિક, સમાજીક તથા માનસિક રીતથી સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પની સાથે આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સાથે રહીને બ્રહ્માકુમારીના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા પૂરા ભારતમાં આત્મનિર્ભર કિસાન અભિયાનનું અયોજન કરવામાં અવેલ છે.જે અંતર્ગત ગુજરાતમાં અનેક બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રો દ્વારા એક સાથે અનેક આત્મનિર્ભર કિસાન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આત્મનિર્ભર કિસાન અભિયાનનું ઓનલાઇન લોંચિંગ બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર મહેસાણાથી કરવામાં આવ્યું હતું. તેમાં પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ પણ હજાર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News