ચાણસ્મા તાલુકા સેંઘા ગામે શ્રી બોધરા કુવાની રાજબાઈ બીબડી - સિકોતર માતાની રમેલ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 10:54:36
  • Views : 375
  • Modified Date : 2021-04-05 10:54:36

ચાણસ્મા તાલુકાના સેંધા ગામે શ્રી બોધરા કુવાની  રાજબાઈ બીબડી - સિકોતર માતાની રમેલ ચૈત્ર મહિનામાં રાખવામાં આવી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં સેંધા ગામે તળાવની પાસે શ્રી બોધરા કુવાની  રાજબાઈ બીબડી - સિકોતર માતાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ભુવાજી ઈશ્વરભાઈ વેલાભાઈ દેસાઈ (સેધા)  સેવા પૂજા કરે છે. ચૈત્ર સુદ ૮ ને તા. ૨૦-૪-૨૦૨૧ મંગળવારના રોજ શ્રી બોધરા કુવાની રાજબાઈ બીબડી - સિકોતર માતાજીની રમેલ રાખવામાં આવેલ છે. ચૈત્ર સુદ -૯ તા. ૨૧-૪-૨૦૨૧  બુધવાર સાવરે માતાજીના તેલ ફુલ અને માતાજીના પિયાલા પીવાશે.  આ પ્રસંગે ભુવાજી ઈશ્વરભાઈ વેલાભાઈ દેસાઈ (સેધા) એ ભાવિક ભક્તોને પધારવા ખાસ આમંત્રણ પાઠવ્યું છે. તમામ આવનાર ભક્તોએ માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે અનુરોધ કરાયો છે.

Download Our B K News Today App



Related News