જી આઈ ડિ સી વિસ્તાર માં આવેલી હરેકૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ મા મરચાં નો જથ્થો સિઝ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 12:17:03
  • Views : 254
  • Modified Date : 2022-07-07 12:17:03


ડીસામાં મગળવારે ફૂડ વિભાગ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જી આઈ ડી સી વિસ્તાર માં આવેલી હરે કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ માં મરચા ની તપાસ હાથ ધરી હતી અને જેમાં ફૂડ વિભાગ દ્વારા  સકાસ્પદ મરચા નો જથો સિઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

ડીસા ની ડી ફોર ડુપ્લીકેટ તરીકે ની  રાજ્યવ્યાપી છબી ખરડાઈ છે જેના કારણે અવાર નવાર ફૂડ વિભાગ પણ તપાસ નું તરકટ રચી નામ માત્રની તપાસ કરી સંતોષ માનતી હોય છે ત્યારે આજે મગળવારે પાલનપુર ફૂડ વિભાગ ની ટિમ દ્વારા ડીસા બનાસ ઈન્ડસ્ટ્રીઝ એરીયામા આવેલી હરેક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ મરચાંની ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી જ્યાં શંકાસ્પદ મરચા નો જથો મળી આવતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ૨૭૩ કિલો મરચાંનાં જથ્થો સીઝ કરી તેના સેમ્પલ ચકાસની લઈ અર્થે મોકલી આપ્યા હતા મામલે ફૂડ અધિકારી ગુર્જરે જણાવ્યું હતું કે આજે અમે રુટિંગ તપાસ માં જી આઈ ડી સી વિસ્તાર માં આવેલી હરેકૃષ્ણા મરચા ની ઇન્ડસ્ટ્રીઝ માં તપાસ કરતા ૨૭૩ કિલો શંકાસ્પદ મરચા નો જથો સિઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે અને અને રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે

Download Our B K News Today App



Related News