નડાબેટમાં ઝીરો પોઈન્ટ સુધી ફરી થઈ શકશે સીમા દર્શન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-26 15:36:13
  • Views : 112
  • Modified Date : 2023-08-26 15:36:13

બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અહીં સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. અહીં લોકો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે.જ્યાં પ્રવાસીઓ અટારી બોર્ડર અને વાઘા બોર્ડરની જેમ જ BSFના જવાનોનો જુસ્સો અને દેશભક્તિના દર્શન કરી શકે છે. ત્યારે નડાબેટ પર સીમા દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઝીરો પોઇન્ટ સુધી ફરી સીમા દર્શન શરૂ માટે કરવામાં આવ્યું છે.રક્ષાબંધન અને જન્માષ્ટમીનો પર્વ નજીકમાં જ છે. જેને ધ્યાનમાં રાખીને નડાબેટ પર સીમા દર્શન શરુ કરવામાં આવ્યુ છે.16 ઓગસ્ટથી આ સીમા દર્શન બંધ કરવામાં આવ્યું હતું. જો કે હવે ટુરિઝમ વિભાગ દ્વારા બોર્ડર પર ઝીરો પોઇન્ટ સુધી ફરી સીમા દર્શન શરૂ કરવામાં આવ્યુ છે. સીમા દર્શન માટે નડાબેટ ખાતેથી 10થી વધુ બસો દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનો દરિયાઇ માર્ગ અને જમીની માર્ગનો મોટો ભાગ પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જોવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે.

Download Our B K News Today App



Related News