મહાદેવના નામ પરથી પડેલ ડીસાના મહાદેવિયા ગામ પર જુઓ બીકેન્યૂઝ ટુડેનો વિશેષ અહેવાલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:58:09
  • Views : 329
  • Modified Date : 2021-03-11 11:58:09

        બનાસકાંઠા જિલ્લામાથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો જ છે. પરંતુ આ ગામનું નામ અહી આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું. અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહી મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું. ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવનું નામ છે.  સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ હજાર વર્ષ જૂનું મંદિર છે.

      કહેવાય છે કે સદીયો પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપલાનું પાન મુક્તા હતા.. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ તરીખે વિખ્યાત થયું હતું. બનાસ નદીને રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે બનાસ નદીને તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિજવવા માટે શિવાલયની પુજા અર્ચના કરવા માટે આવતા હોય છે.

    ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પુજા કરતાં પૂજારીએ આ પૌરાણિક મદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યુ હતું કે આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને અહી શિવાલયમાં મીઠું, રીંગણ ચઢાવવામાં આવે છે. અહી શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ મહાદેવના મંદિરે દર વર્ષે યોજાતા શિવરાત્રીનાં મેળામાં પણ બનાસકાંઠા જિલ્લામાંથી દૂર દૂરથી લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે મેળો બંધ રાખવામાં આવે છે.

    બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે અનેક પ્રાચીન મેળાઓ યોજાય છે ત્યારે આ વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રાચીન મેળા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે ખાસ કરીને દરેક મંદિરો પર યોજાતા મેળાઓમાં લોકોની સંખ્યા વધારે હોય છે જેના કારણે સંક્રમણ થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે સરકારે લોકોનું સંક્રમણ વધે નહીં અને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય તે માટે આ વર્ષે તમામ મેળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. અત્યારે બનાસ નદીના પટ પર હજારો વર્ષ પુરાણો સોનેશ્વર મહાદેવના મંદિરે પણ દર વર્ષે શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છેપરંતુ આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ના કારણે દર વર્ષે યોજાતા મેળા પર પ્રતિબંધ મુકવામાં આવે છે માત્ર શિવજીના ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે.

    બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અહી દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જીલ્લામાં એકમાત્ર ગામ છે કે જેનું નામ મહાદેવના નામથી મહાદેવીયા પડ્યું છે.. સદીયો વીતી ગઈ છતાં આજેય પણ આ ધાર્મિક સ્થળનો મહિમા અકબંધ છે.

 

Download Our B K News Today App



Related News