ઢીમામાં છ માસ પૂર્વે બનાવેલ મનરેગાના સેડના પતરા ઉડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-13 10:48:47
  • Views : 345
  • Modified Date : 2019-10-13 10:48:47

સરહદી વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં મનરેગાના કામો હેઠળ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રૂ.૨.૫ લાખના ખર્ચે બનાવેલ ઘન કચરાના નિકાલ માટે બનાવેલ શેડના પતરા ઉડી જતાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. કલરકામ પણ થયું નથી. ત્યારે કામની ગુણવત્તાને લઈને પણ  અનેક સવાલો ઉભા થાય છે. માત્ર ચાર ઈંચની દીવાલ પર જ શેડનું બાંધકામ કરવામાં આવ્યું છે, તો વળી મજબૂત બાંધકામના અભાવે શેડના પતરા ઉડી જતાં કામ કરનારની પોલ ખોલી નાંખી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાંટ ગામડાઓના વિકાસ અને લોકોની સુખાકારી માટે ફાળવે છે. ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પોતાના મળતીયાઓ પોતે જ ખાઈ જાય છે ત્યારે કામની ગુણવત્તા અને કવોલિટી કોણ તપાસે ?
વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં વિશ્વ વિખ્યાત ભગવાનનું મંદિર આવેલું છે. ગામનો ઘન કચરો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર અને વાવ તાલુકા પંચાયત દ્વારા રૂ.અઢી લાખના ખર્ચે પતરાનો સેડ આપવામાં આવ્યો હતો. જે તે જગ્યાએ બનાવતાં મોટો વિવાદ સર્જાયો હતો અને છેવટે ઘીના થામમાં ઘી ઢળ્યું અને સમાધાન થયું. સરકારી જમીન પર બનાવેલ સેડ માત્ર અંગત સ્વાર્થ ખાતર બનાવાયો છે કે લોકોનં ઉપયોગ માટે બન્યો છે તેવું ગ્રામજનોમાં ચર્ચાસ્પદ બન્યું છે.  લોકોના ઉપયોગમાં બનાવેલ હોય તો આજદિન સુધી કોઈએ પણ ત્યાં કચરાનો નિકાલ કર્યો જ નથી.

Download Our B K News Today App



Related News