પાલનપુર રેલવે સ્ટેશને સરકતી સીડી બનાવવાના કામનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 11:21:52
  • Views : 639
  • Modified Date : 2019-07-06 11:21:52

પાલનપુર અને જિલ્લા વાસીઓ માટે આનંદના સમાચાર છે. કેન્દ્ર સરકારે રેલવે મુસાફરોને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટ ફોર્મ પર જવા માટે હવે લોખંડની સીડી નહિ પણ સરકતી સીડીની ભેટ આપી છે.
પાલનપુર રેલ્વે-સ્ટેશનનો મહત્વના પ્રશ્ન બાબતે યોગ્ય જગ્યાએ રજૂઆત  પગલે  એક્સેલેટર એટલે કે સરકતી સીડીનું કામ શરૂ કરવામાં આવ્યું છે હવે બાળકો, વૃદ્ધો  એકદમ સરળતાથી રેલવે પ્લેટ ફોર્મ જઇ શકશે તેના માટે સરકતી સીડીની કામગીરી ચાલી રહી છે.
રેલ્વે-સ્ટેશન મુખ્ય ગેટના પ્લેટફોર્મ નંબર-૧ થી
પ્લેટફોર્મ-૨ પર જવા માટે માત્ર લોખંડની ૩૦ ફુટ ઊંચી સીડી સિવાયનો કોઈ વિકલ્પ ન હતો. જેના લીધે પરિણામે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ અને રેલવે મુસાફરો ના  સામાનના પોટલા અને ભારે ભરખમ બેગો સાથે પ્લેટફોર્મ નંબર-૨ પર જવા અનહદ તકલીફ વેઠવી પડતી. હતી આ બાબતે શહેર ના જાગૃત નાગરિકો ની સતત રજુઆત ના પગલે  કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરથી રેલ્વે સ્ટેશન પર સરકતી સીડી ને મંજૂરી આપ્યા બાદ હાલમાં પુરજોશ કામગીરી ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News