વડગામના તાજપુરામાં શેઢા બાબતે ત્રણ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 11:29:46
  • Views : 399
  • Modified Date : 2020-10-22 11:29:46

વડગામ તાલુકાના તાજપુરા ગામે રહેતા અને ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા સરદારભાઇ ફલાભાઇ ચૌધરીનું ખેતર અને દલજીભાઇ રામજીભાઇ ચૌધરીના ખેતરનો શેઢો એક હોવાથી આજથી સાત દિવસ અગાઉ સર્વે કરાવેલ. પરંતુ સર્વેમાં બંને પાર્ટીઓને સંતોષ ન થતા ફરીથી સર્વે કરવાનું નકકી કરેલ. જેમાં દલજીભાઇ ચૌધરીએ શેઢા પર રાત્રીના સમયે જે.સી.બી. બોલાવી ખોદકામ શરૂ કરી ફુવારા લગાવવાનું કામ શરૂ કરી દીધુ હતુ. ત્યારે સરદારભાઇ ચૌધરીએ કહેલ કે આપણે સર્વે ફરીથી કરવાનું નકકી કરેલ હોવા છતાં  અહી કેમ કામ શરૂ કર્યુ. જેથી દલજીભાઇ ચૌધરી ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. નજીકમાંથી તેમના બંને દિકરા સંજયભાઇ ચૌધરી અને મહેશભાઇ ચૌધરી દોડી આવ્યા હતા અને સરદારભાઇને ધારીયુ તેમજ કોદાળી મારતા ઇજા થતા સારવાર અર્થે ખાનગી વાહનમાં વડગામ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સરદારભાઇ ચૌધરીએ દલજીભાઇ રામજીભાઇ ચૌધરી, સંજયભાઇ દલજીભાઇ ચૌધરી અને મહેશભાઇ દલજીભાઇ ચૌધરી વિરુદ્ધ વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વડગામ
પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News