એસેમ્બલીના એક જ દિવસમાં, ભાજપના ચાર ધારાસભ્યો પોજિટિવ હતા, સ્પીકરે વિધાનસભામાં મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:41:21
  • Views : 223
  • Modified Date : 2021-03-24 11:41:21

    રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના હવે ગુજરાતમાં વિધાનસભા સુધી પહોંચ્યો છે. આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટીવ આવતાં તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયાં છે. ગઈ કાલે 6 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે.

    જ્યારે શૈલેષ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સામાન્ય તાવ અને કળતર જેવું જણાતા તેઓ આજે ગૃહમાં આવ્યા નહોતા. જોકે ધર્મેન્દ્ર સિંહના લક્ષણો જોતા તેમને અન્ય સારવારની સાથે સાથે કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. જોકે હાલમાં અમદાવાદ યુ.એન મહેતાની મેડીકલ ટીમ તેમના મંત્રી નિવાસસ્થાને પહોંચશે, જ્યાં જરૂરી તમામ ચેકઅપ અને કોવિડ ટેસ્ટ પણ કરશે. તેમ તેમના ઓફીસ કાર્યાલય દ્વારા જાણવા મળ્યું હતું.

    આ ધારાસભ્યોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી મિત્રોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.

    કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા. તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.


Download Our B K News Today App



Related News