ડીસા ની ધી બેતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળી ની લૉન ન ભરનાર ને છ માસ ની સજા ફટકાર્તી બીજી એડિશનલ કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 12:07:04
  • Views : 327
  • Modified Date : 2022-07-24 12:07:04


 ડીસા ના રાજપુર ખાતે આવેલ ધી બેતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળી માં થી આજ થી ચાર વર્ષ અગાઉ લૉન લેનારે ચેક આપેલ પરંતુ ચેક રીટર્ન થતા મંડળીએ કોર્ટ માં ફરિયાદ કરતા આજે આરોપી ને છ માસ ની સજા સાથે વ્યાજ સાથે ભરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે


મળતી માહિતી મુજબ ડીસા ની બેતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળી માં થી બીડી કામદાર સોસાયટી માં રહેતા શેખ રફીકભાઈ મોહમદસફી એ ધિરાણ મેળવેલ જે ધિરાણ સમયસર ન ભરતા મંડળી ના અધિકારીએ ઉઘરાણી કરતા શેખ રફીકભાઈ એ રૂ ૫,૦૨,૨૪૫ નો ચેક લખી આપેલ.જે ચેક મંડળી ના ખાતા જમા સારું મોકલાવતા ચૂકવવા પાત્ર  ભંડોળ ન હોઈ ચેક રીટર્ન થતા ફરિયાદી મંડળીએ ડીસા ની મેહ. એડી. ચીફ જ્યૂડી. મેજી. સાહેબ ની કોર્ટ માં કેશ ચાલી જતા ધી નેગોસીએબલ ઇન્સ્ટમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ ની ફરિયાદ દાખલ કરતાજે


ફરિયાદ ચાલી જતા નામ.. કોર્ટે આરોપી શેખ રફીકભાઈ મોહમદસફી ને છમાસ ની સજા તેમજ રૂ ૫,૦૨,૨૪૫ રૂપિયા ચૂકવવાનો હુકમ કરતા લૉન લેનાર ગ્રાહકો માં ફફડાટ વ્યાપી ગયો હતો આ કામે મંડળી તરફથી વકીલ એચ. જે. સુમરા હાજર રહ્યા હતા


Download Our B K News Today App



Related News