નાયબ મામલતદાર વિરમ દેસાઇનંુ સેક્ટર ૭નું મકાન સીલ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 11:16:08
  • Views : 473
  • Modified Date : 2021-01-22 11:16:08

રાજ્યના ઇતિહાલમાં એસીબીએ પહેલીવાર ૩૦ કરોડ કરતા વધુ બેનામી સંપતિ ગાંધીનગરના નિવૃત્ત મામલતદાર પાસેથી ઝડપી છે. ત્યારે બીજા દિવસે એસીબીએ શહેરના સેક્ટર ૭માં આવેલા બંગલાને સીલ કર્યો હતો. જ્યારે એક પોલીસ
કોન્સ્ટેબલનો પોઇન્ટ ગોઠવી દેવાયો હતો.
ગાંધીનગર અને કલોલમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત નાયબ મામલતદાર વિરમભાઇ લીલાભાઇ દેસાઇ પાસેથી એસીબીએ ૩૦ કરોડ કરતા વધુની બેનામી સંપતિ ઝડપી લીધી હતી. કાર, બંગલા, ફ્લેટ અને દુકાનો સહિત વિદેશમાં રોકાણ સામે આવ્યું હતુ. એસીબીએ રાજ્યના ઇતિહાસમાં મોટો કેસ પાર પાડ્યો હતો. બીજા દિવસે એસીબીએ વિરમ દેસાઇની મિલ્કતોને જપ્ત કરી હતી. શહેરના સેક્ટર ૭માં આવેલા બંગલાને સીલ કરાયો છે. જ્યારે બંગલાના મુખ્ય દરવાજા ઉપર નોટીસ ચોટાડવામાં આવી હતી. જ્યારે પોલીસ પહેરો ગોઠવી દેવાયો હતો. બીજી તરફ હાલમાં વિરમ દેસાઇ ફરાર હોવાનંુ સામે આવી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News