સેક્ટરોમાં પાણીના પોકાર વચ્ચે સેક્ટર ૨૮માં રેલમછેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 11:23:41
  • Views : 284
  • Modified Date : 2021-03-23 11:23:41

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે, પાટનગરમાં નવા સેક્ટરમાં પાણીના પોકાર પડી રહ્યા છે. તો બીજી તરફ જૂના સેક્ટરમાં પાણીની રેલમછેલ જાેવા મળી રહી છે. એક તરફ પાણીની મોકાણ મંડાઇ રહી છે અને સરકારી શાળા સામેના બોરનંુ પાણી સમગ્ર સંકુલમાં વેડફાઇ રહ્યુ છે. જેને લઇને સ્થાનિક નાગરિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. સરકારના માણસો જ
પાણીનુ મહત્વ સમજતા નથી.
રાજ્યની સરકાર છેવાડાના માનવીને પાણી પહોંચાડવા મથામણ કરી રહી છે. અંતરિયાળ વિસ્તારમાં પાણીની બુંદ બુંદ માટે વલખા મારવા પડે છે. તેવા સમયે પાટનગરના સેક્ટર ૨૮માં આવેલી સરકારી શાળા નંબર ૨ સામેના બોરનુ પાણી વેડફાઇ રહ્યુ છે. જરૂરિયાત વિના બોરને ચાલુ કરીને પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રકારનો પાણીનો બગાડ અટકાવવા નજરે જાેનાર નાગરિકો માંગ કરી રહ્યા છે.  શહેરના એક જાગૃત નાગરિકે આ દ્રશ્ય જાેઇને કહ્યું હતું કે, દર બે દિવસે સેક્ટરમાં આવા દ્રશ્યો જાેવા મળે છે. કર્મચારીઓ બોર ચાલુ કરીને જતા રહે છે, જેના કારણે પાણી રોડ ઉપર પણ ફરી વળે છે. લોકોને પાણી પીવા માટે મળતું નથી. રજૂઆતો કરવા છતા પાણીનો બગાડ અટકતો નથી. ઉનાળામાં
પાણીની મોકાણ જાેવા મળે છે અને અહિ પાટનગરમાં જ પાણીનો બગાડ થાય છે.

Download Our B K News Today App



Related News