ડીસા નગરપાલિકામાં સભા દરમ્યાન હંગામો : પ્રમુખે ચાલુ સભામાં ચાલતી પકડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 12:29:02
  • Views : 387
  • Modified Date : 2021-07-24 12:29:02

     આમ તો સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યાઓ, તકલીફો ના સમાધાન માટે નગરસેવકોને ચૂંટીને નગરપાલિકામાં મોકલતા હોય છે પરંતુ આ નગરસેવકો પોતાના ઈગો અને સત્તા મેળવવા માટે નથી તો કોઈનું સાંભળતા અને નથી કોઈને બોલવા દેતા જેનો તાજો દાખલો આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં જોવા મળ્યો હતો. આજે ડીસા નગરપાલિકામાં શહેરના વિકાસ માટે સાધારણ સભા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ સાધારણ સભાની શરૂવાત રાષ્ટ્ર ગીત અને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની સભોઓ વિવાદો વચ્ચે યોજાય છે.જેના કારણે નગરપાલિકાની સભાઓમાં કોઈ પણ જાતની શહેરના વિકાસ માટે યોજના બનતી નથી.અને જેનો ભોગ ડીસા વાસીઓએ ભોગવવો પડે છે.

     ડીસા નગરપાલિકા ખાતે આજે નગરપાલિકાના તમામ સભ્યો વચ્ચે સાધારણ સભા યોજાઈ હતી.આ સાધારણ સભા શરૂ થાય તે પૂર્વે જ વિપક્ષના સદસ્યોએ બેઠક વ્યવસ્થા ને લઈને હોબાળો મચાવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે તો ચાલુ સભા મા જ નીચે બેસી જઈ પ્રમુખ સામે વિરોધ દર્શાવ્યો હતો. જેના કારણે વિપક્ષ અને ભાજપના સદસ્યો સામસામે આવી જતા સભા 20 મિનિટ મોડી શરુ થઈ હતી.આ સભા દરમ્યાન અનેક વિકાસના કામોને લઈ વિવાદ સર્જાયો હતો.અને સભામાં વિકાસના કામની વાત તો દૂર રઈ પરંતુ પ્રમુખની વાત સાંભળવા માટે કોઈ તૈયાર ન હતું.માત્ર તેઓ એક બીજાનો વિરોધ કરતા નજરે પડ્યા હતા.

     ત્યારબાદ નગર પાલિકાના પ્રમુખે ચીફ ઓફિસર ને કમિટીઓની જાહેરાત કરવા જણાવતા વિપક્ષ ના સદસ્ય તેનો વિરોધ કર્યો હતો અને એજન્ડામાં લીધા સિવાય સીધી જ કમિટીઓની નિમણૂક કરી દેતા અને પ્રમુખે જાહેરાત કરવાના બદલે તેઓ કતપુટળી બની બેસી રહેતા વિપક્ષ ના સદસ્યો ગીનનાયા હતા અને તે સમયે કોંગ્રેસ સદસ્ય ડોક્ટર ભાવિ શાહ , વિજય દવે અને રમેશ રાણા સહિત સદસ્યોએ ભારે વિરોધ દર્શાવતા વિપક્ષ અને ભાજપના સભ્યો સામે આવી જતા સભાખંડમાં ધાંધલ ધમાલ જેવું વાતાવરણ સર્જાયું હતું અને તે સમયે જ પાલિકા પ્રમુખ સભા પૂર્ણ થઇ ગઇ હોવાનું જણાવ્યું ચાલતા થયા હતા.

     મહત્વની વાત એ છે કે અત્યારે ડીસા નગરપાલિકા ભાજપ સાશીત નગરપાલિકા છે. અને 44 માંથી 27 સભ્યો સાથે સ્પષ્ટ ભાજપની બહુમતી છે તેમ છતાં પણ પાલિકા પ્રમુખ રાજુ ઠક્કરે બોર્ડમાં વિપક્ષ ના સવાલો ના જવાબ આપવાના બદલે કે ગામના વિકાસ પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે પૂર્ણ થઈ ગઈ હોવાનું કહી સભામાંથી ચાલતી પકડી હતી ત્યારે આવું જ થતું રહેશે તો ડીસા શહેર નો વિકાસ ક્યારે થશે તે એક સવાલ છે.

Download Our B K News Today App



Related News