કચ્છના ગાંધીધામમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 16:37:08
  • Views : 66
  • Modified Date : 2024-02-01 16:37:08

કચ્છમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાની ઓફીસ સહિત રહેણાંક સ્થલો પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  તેમજ ગાંધીધામનાં ટ્રાન્સપોર્ટરોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. શ્રી રામ સોલ્ટ અને કિરણ રોડ લાઈન્સમાં પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.કચ્છમાં આઈટી દ્વારા 25 થી વધુ જગ્યાઓ પર ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 20 થી વધુની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા કચ્છનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે દિનેશ ગુપ્તા, મહેશ ગુપ્તા તેમજ સુરેશ ગુપ્તાને ત્યાં આઈટી દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં અનેક બેનામી વ્યવહારો મળવાની શક્યતાઓ છે. કચ્છમાં ઈન્કમટેક્ષ દ્વારા હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં ગાંધીધામનાં બે મોટા ઉદ્યોગપતિઓ તેમજ કચ્છમાં આવેલા અન્ય મીઠાના વેપારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આઈટીની રેડને પગલે કરોડોનું ટર્ન ઓવર ધરાવતા મીઠાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વહેલી સવારે આઈટી દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 20 કરતા વધારે ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Download Our B K News Today App



Related News