ડીસામાં અંગ દઝાડતી ગરમી : બાળકો, સગર્ભા મહિલા અને વૃધ્ધોને બપોરે બહાર ના નીકળવાની અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-05 11:22:20
  • Views : 286
  • Modified Date : 2022-05-05 11:22:20

 

  રાજ્યમાં સહુથી વધુ ગરમી અને ઠંડીને લઈ મશહૂર એવા ડીસા શહેરમાં ગરમીને કારણે લોકો બેહાલ થઈ ચૂક્યા છે.. અંગ દઝાડતી ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે કામકાજ વગર બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે.

 

બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે.. માર્ચ અને એપ્રિલમાં લોકોએ ગરમીનો માર સહન કરી ચૂકી છે અને મેની શરૂઆતમાં જ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે.. ત્યારે આગામી બે માસ સુધી ગરમી ગંભીર સ્થિતિને અંજામ આપી શકે તેમ છે. ત્યારે સરકાર દ્વારા પણ ગરમીને લઈ ખાસ ગાઈડલાઇન નક્કી કરવામાં આવી છે. લોકોને ગરમીમાં કામકાજ વગર બહાર ન નીકળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.. ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં તાપમાનનો પારો માર્ચ મહિનાથી જ ઊંચે જવા માંડ્યો હતો.. અને એપ્રિલના છેલ્લા અઠવાડીયામાં ડીસામાં અસહ્ય ગરમી પડી રહી છે.. ગરમીનું પ્રમાણ વધતાં તેની સીધી અસર જન જીવન પર જોવા મળી રહી છે.. વધતી જતી ગરમીને કારણે હિટવેવની પરિસ્થિતી નિર્માણ પામી રહી છે અને તેનાથી હાઇરિસ્કમાં આવતા લોકો જેવા કે બાળકો, સગર્ભા મહિલા અને વૃધ્ધોને સનસ્ટ્રોક કે હિટ સ્ટ્રોક લાગવાની શક્યતા વધી ગઈ છે.. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા હાઇરિસ્કમાં આવતા લોકોને ખાસ કારણોસર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે..

 

જે રીતે ગરમી પડી રહી છે તે જોતાં લોકો બચવા માટે ઠંડા પીણાંનો ઉપયોગ કરતાં હોય છે.. પરંતુ વર્તમાન સમયમાં ગરમીનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાક તત્વો પણ સક્રિય થઈ ગયા છે અને બજારમાં અખાધ પીણાંનું વેચાણ કરી રહ્યા છે. જે લોકોના સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક છે.. ત્યારે આવા હાનિકારક અખાધ પીણાં ના પીવા પણ આરોગ્ય વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે.. અને સાથે સાથે આવા અખાધ પીણાં બનાવતા તત્વો સામે ટૂંક જ સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને જોડે રાખીને કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે..

 

તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી જતાં લોકોની હાલત કફોડી બની જાય છે.. અને લોકો આટલી અસહ્ય ગરમીથી બચવા માટે અત્યારે ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.. ગરમીથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય લીંબુ પાણી હોય છે.. પરંતુ વર્તમાન સમયમાં લીંબુના ભાવો આસમાને પહોંચી જતાં બજારમાથી લીંબુ ગાયબ થઈ ગયા છે.. અને લોકો હવે લીંબુ પાણીના બદલે ગરમીથી બચવા માટે લસ્સીનો સહારો લઈ રહ્યા છે..માર્ચ અને એપ્રિલ મહિનામાં ગરમીનો સિતમ જોવા મળ્યો છે.. તે જોતાં આગામી મે અને જૂનમાં મહિનામાં ગરમી કેવો સિતમ વરસાવશે તેને વિચારીને પણ લોકો ગભરાઈ રહ્યા છે.. ત્યારે ગરમીના હજુ બે મહિના લોકોને આનાથી પણ વધારે ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તે નક્કી છે..

Download Our B K News Today App



Related News