12 સાયન્સનું 71. 90 ટકા પરિણામ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 10:41:09
  • Views : 457
  • Modified Date : 2019-05-09 10:41:09

ગાંધીનગરઃ ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં કુલ 72.90 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે પત્રકાર પરિષદમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી જણાવ્યું કે, ચાલુ વર્ષે  139 કેન્દ્રો પરથી 1.23 લાખ વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી.ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને લખ્યું, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર થવાના અવસરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ-પરિવારજનોને અભિનંદન પાઠવુ છું. આપની કારકિર્દીમાં શાળા, શિક્ષક અને પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સહ ગુજરાતનું ગૌરવ વધારો એવી શુભેચ્છાઓ.2018-19માં રાજયમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદમાં શહેર અને ગ્રામ્યમાં મળી 17 હજાર 761 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ડાંગ-આહવામાં સૌથી ઓછા 310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષા આપી હતી. સૌથી વધુ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Download Our B K News Today App



Related News