ડીસાની સેન્ટ ઝેવિયસ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો : વિજ્ઞાનને લગતી ૪૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 11:38:16
  • Views : 204
  • Modified Date : 2022-03-25 11:38:16

ડીસાની સેન્ટ ઝેવિયસ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો : વિજ્ઞાનને લગતી ૪૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

 

  1. ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસની સાથોસાથ ઇત્તર પ્રવૃત્તિ વિશે જાણતા થાય તે માટે દર વર્ષે વિવિધ શાળાઓમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે.. ત્યારે ડીસામાં આવેલી સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ વિજ્ઞાન મેળામાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા વિજ્ઞાનને લગતી અલગ અલગ પ્રકારની ૪૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ખાસ બનાસકાંઠા જિલ્લાના નાયબ શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી દ્વારા વિજ્ઞાન મેળામાં પટ્ટી કાપી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે જે વિજ્ઞાનને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેનું સંચાલન તમામ સ્કૂલના સ્ટાફ અને નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પણ આજે રજૂ કરવામાં આવેલી કૃતિ અને એક આનંદ જોવા મળ્યો હતો. આ વિજ્ઞાન મેળાનું સફળ સંચાલન ડીસા સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ભરતજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News