ડીસાની આદર્શવિદ્યા સંકુલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:58:45
  • Views : 234
  • Modified Date : 2022-01-12 11:58:45

આજરોજ ડીસા ખાતે કાર્યરત આદર્શ વિદ્યા સંકુલ ખાતે માધ્યમિક વિભાગના ધોરણ- અને 10ના વિધાયર્થીઓ દ્વારા  વિજ્ઞાન વિષયમાં ઉપયોગી પ્રયોગો  તૈયાર કરી નિર્દશન કર્યું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ જીવનમાં ઉપયોગી વસ્તુ વિશે જાણતા થાય તે માટે શાળા કોલેજો દ્વારા વર્ષમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને ધોરણ-10 વિદ્યાર્થીઓ ના અભ્યાસમાં પ્રગતિ થાય તે માટે શાળા સંચાલકો દ્વારા શાળામાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જે અંતર્ગત આજે ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અને જીવવિજ્ઞાનની અંદાજિત 22 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.જે કૃતિઓ વિદ્યાર્થીઓએ શાળામાં તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને સમજણ પુરી પાડી હતી. જેમાં અંદાજિત ધોરણ નવના 444 અને ધોરણ 10ના 423 વિદ્યાર્થીઓને નિર્દશન કર્યું. અને લગભગ 28 વિદ્યાર્થી ભાઈ-બહેનોને તમામ પ્રયોગના ચાર્ટ અને લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક  જી. કે ઓડ , એમ વી બારોટે સુંદર રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તૈયાર કરી શાળાના સુપરવાઈઝર . કે.ચાવડા અને આચાર્ય કે.પી રાજપૂતે જરૂરી માર્ગદર્શન આપ્યું અને સહકાર આપ્યું હતું.આવા કાર્યક્રમો થકી શાળા બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય કૌશલ્ય વિશે સર્જનાત્મક વિકસે તેવા સુંદર પ્રયત્નો કરે છે.

Download Our B K News Today App



Related News