વાવના તેજપુરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 15:45:44
  • Views : 759
  • Modified Date : 2019-11-17 15:45:44

બનાસકાંઠાના વાવ તાલુકાના તેજપુરા ગામે નવ ગામોનો તેજપુરા પ્રાર્થમિક શાળાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ સરકારની માર્ગદષ્ટિતા મુજબ રાખવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહયા હતાજોકે સરકારી યોજનાઓ ઘર આગણે લાભ મળી રહે તેવી સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને લઈને સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવે છે.પારદર્શી પ્રસાસન માટે પ્રતિબધ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી માગણી અપેક્ષા પૂર્ણ કરવા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે લોકોને ઘરઆંગણે સેવાના લાભ મળી રહે અને ખર્ચ અને સમય નો બચાવ થાય .તાલુકાના ધરમધકા ખાવા ના પડે જેની સેવાપુરી પાડવા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં કેટલાક પ્રકારના લાભો જેવા કે આવકના દાખલ.રેશનકાર્ડની અરજીઓ.વૃદ્ધપેન્શન યોજનાની અરજીઓ .મકાનસહાય અરજીઓ જેવા કેટલાક લાભો લોકોને ઘરઆંગણે મળી રહે તેવા પ્રયત્નો સાથે સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવે છે..જોકે સેવાસેતુ  કાર્યક્રમમાં તાલુકા કક્ષાના કર્મચારીઓ મામલતદાર શ્રી કે.કે.ઠાકોર.તાલુકાવિકાશ  અધિકારી શ્રી મુકેશભાઈ ત્રિવેદી.  સી.ડી.પી.ઓફિસર કટારાબેન.   વેનેટરી ઓફિસર કે.ટી. ગોહિલ સરપંચ એસોસિયન પ્રમુખ કિરણસિંહ રાજપૂત અને સેજાના તલાટી કમ મંત્રીઓ તથા સરપંચો અને નવગામોના લાભાર્થીઓ બહોળી સંખ્યા હાજર રહયા હતા જે આજ રોજ નવ ગામોને આવરી લેતા મોટો સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નવ ગામ જેવા કે તેજપુરા.સણવાળ. અરજણપૂરા વજીયાસરા .કુંભરાડી. પનેસડા.આકોલી.બાલુત્રી. ટોભા જેવા ગામોના લાભાર્થીઓ એ સેવાસેતુ કાર્યક્રમ નો લાભ લીધો હતો સવારે નવ વાગ્યા થઈ પાંચ વાગ્યા શુધી કાર્યક્રમ ચાલ્યો હતો અને સુખશાંતિ થી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.. 


Download Our B K News Today App



Related News