વડગામ સકલાણા પ્રા.શાળાનો વિરોધ કરતા વાલીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 11:59:33
  • Views : 542
  • Modified Date : 2019-06-30 11:59:33

વડગામ તાલુકાના સક્લાણામાં આવેલી પ્રાથમિક શાળામાં એક  પ્રજ્ઞાચક્ષુ હતા અને સરકાર દ્વારા વધઘટની બદલીઓ કરાતા બીજા શિક્ષકની નિમણુંક રદ ન કરતા ગામના વાલીઓ એ પોતાના બાળકો સ્કૂલમાં ભણવા માટે મોકલ્યા ન હતા.  જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર ગ્રામજનોએ લેખિત રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતાં હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.
વડગામ તાલુકાના સક્લાણામાં આવેલી પ્રાથમિક શાળામાં હાલ ૨૮૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ શાળામાં ૨૦૧૫ થી એક અંધ શિક્ષક પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વધ ઘરની બદલીઓમાં બીજા એક અંધ શિક્ષકની નિમણુંક સક્લાણા પ્રાથમિક શાળામાં કરી છે. ત્યારે આ શિક્ષકની નિમણુંક રદ કરાવવા સક્લાણા ગ્રામજનોએ જિલ્લા શિક્ષણાધિકારીથી લઇ ઉચ્ચકક્ષાએ વારંવાર લેખિત રજૂઆત કરી છે. પણ જવાબદાર અધિકારીઓ આ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. તો બીજી બાજુ હાલમાં સ્કૂલમાં આચાર્યની જગ્યા ખાલી પડી છે. અને  શાળામાં બે
શિક્ષકોની ઘટ છે અને ચાર શિક્ષકમાંથી બે શિક્ષકો અંધ છે. જેના લીધે બાળકોના શિક્ષણ પર માઠી અસર પેવી સ્થિતિ છે. આ અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરી છે. પણ હજુ કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે આખરે વાલી મંડળ અને ગ્રામજનોએ કંટાળી પોતાના બાળકોને શનિવારથી સ્કૂલે મોકલવાનું બંધ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે આ અંગે સક્લાણા ગામની પ્રા.શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ પ્રજાપતિ ભરતભાઇએ જણાવ્યું હતું કે  ગ્રામ જનોએ અનેકવાર લેખિત રજૂઆતો કરી છે તેમ છતાં તંત્ર કંઈ સાંભળતું નથી અને શાળાનું ભણતર ઠપ થઈ ગયું છે. શાળામાં બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મૂકવામાં આવ્યા છે પણ એક જ શાળામાં એક જ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હોય છે. પણ સરકારે બીજા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની નિમણુંક કરી છે અને આચાર્યની જગ્યા પણ ખાલી પડી છે. ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા ખાલી પડેલ જગ્યામાં સામાન્ય શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Download Our B K News Today App



Related News