કોઈટાની લુણપુરા પ્રાથમિક શાળાને તાળા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:14:46
  • Views : 487
  • Modified Date : 2019-06-14 11:14:46

 સરસ્વતી તાલુકાના કોઇટાની લુણપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી સાતમાં ૮૪ બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ છ અને સાતના વર્ગો બંધ કરવામાં આવતાં શાળા એસ.એમ.સી. કમિટિ અને સ્થાનિક અગ્રણીઓના વિરોધ વચ્ચે  ગત
તા-૧૩-૬-૨૦૧૯ ના રોજ શાળાના દરવાજે તાળું મારી દેતા બાળકોને રજા અને શાળાના શિક્ષકો દરવાજા બહાર બેસી રહ્યા હતા.
શિક્ષકો દ્વારા સી.આર.સી.ને બોલાવતાં સ્થાનિક અગ્રણીઓએ  બંધ થયેલ ધોરણ ૬ અને ૭ ચાલુ કરો નહી તો ૧ થી ૫ ધોરણ પણ બંધ કરો તેવી લેખિત આપી દેતાં આખો દિવસ શાળા બંધ રહી હતી. શાળા માટે જમીન ભેટ આપનાર દાતા સોરાપજી ચતરાજી ઠાકોરે જણાવ્યું હતું કે લુણપુરાના રહીશોના બાળકો ઘરઆંગણે શિક્ષણ મેળવે તે માટે જમીન આપી છે. વર્ગો વધારવાની જગ્યાએ ઘટવા  ન જોઈએ અને અમારા બાળકોના ધોરણ ૬ અને ૭ ના બાળકોના દાખલા આચાર્યએ કોઇટા શાળામાં આપી દેતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જો શાળા ચાલુ કરવી હોય તો ધોરણ છ અને સાતના વર્ગો તાત્કાલિક ચાલુ કરો નહીંતર એક થી પાંચ ધોરણ પણ બંધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી અને  તેનો વિરોધ કરવામાં આવશે.
શાળા કમિટિના અધ્યક્ષ સબળાજી શંકરજી ઠાકોરે જણાવ્યું હતું કે શાળાના આચાર્ય દ્વારા મન ફાવે તે રીતે કમિટિને જાણ કર્યા વગર ધોરણ છ અને સાતના વર્ગો બંધ કરાવી દીધા છે. તેનો અમે વિરોધ કર્યો છે. આચાર્ય અરવિંદભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ધોરણ છ માં આઠ અને ધોરણ સાતમાં સાત બાળકો હતાં જેથી સરકારી પરીપત્ર મુજબ જેથી બંન્ને વર્ગો બંધ થયા છે.
કોઇટાથી લુણપુરા બે કિ.મી.જેટલું દૂર થાય છે. અમારા બાળકો માટે રઝળપાટ ભાડાનો બોજ જેથી ધોરણ છ અને સાતના વર્ગો ચાલુ કરવા જોઈએ તેમ સ્થાનિક અગ્રણી ઓધારજી ઠાકોરે જણાવ્યું હતું. શાળા બંધ કરાયા પછી સી.આર.સી.ની બેઠક યોજાઇ હતી. તેમાં ધોરણ છ અને સાત ચાલુ નહીં થાય ત્યાં સુધી શાળા બંધ રહેશે તેવી લેખિત કરવામાં આવતાં સી.આર.સી.દ્વારા ડી.પી.ઓ.ને રીપોર્ટ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News