ખીમાણા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:03:48
  • Views : 883
  • Modified Date : 2019-04-15 06:03:48

કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામે બનાસડેરી (દૂધશિતકેન્દ્ર)માં ફરજ બજાવતાં જગરાળા બાબુજી તલાજીની વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ગતરોજ તારીખ ૧૨-૪-૨૦૧૯ને ગુરૂવારના રોજ તેમનાં સુપુત્રો જગરાળા મનુજી બાબુજી, જગરાળા વિક્રમજી બાબુજી તથા તેમનાં પરિવારજનો તરફથી ખીમાણા પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભોજનમાં દાળ-ભાત તેમજ મિઠાઈ અપાઈ હતી. તિથિભોજન પ્રસંગે જગરાળા નારસુંગજી શંકરજી, જગરાળા રાણાજી ઈશ્વરજી, ઠાકોર હાર્દિકજી જાધાજી, જગરાળા રમેશજી ગલાબજી વગેરેનો સુંદર  સાથ-સહકાર રહ્યો હતો. શાળાનાં આચાર્ય  લક્ષ્મીબેન સોલંકી તથા ઉપઆચાર્ય અનિતાબેન ત્રિવેદી સહિત સમગ્ર શિક્ષક સ્ટાફ પરિવારે તિથિભોજનનાં દાતાની
પ્રશંસનિય કામગીરીને બિરદાવી હતી.

Download Our B K News Today App



Related News