સાદપુરા પ્રા. શાળામાં શુભેચ્છા સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:45:51
  • Views : 1050
  • Modified Date : 2019-04-08 06:45:51

સાદપુરા પ્રાથમિક શાળામાં  ધોરણ ૮ શુભેચ્છા સમારંભ આયોજન કરવામાં આવ્યું . તેમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને ટી.પી.ઓ. સાધુ, સરપંચ  હરજીભાઈ ચૌધરી, સીઆરસી  ભરતભાઇ ગૌસ્વામી તેમજ એસ.એમ.સી.ના સભ્યો હાજર રહી માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યમાં પ્રગતિ માટે શુભ કામના આપી અને ગામ તથા શાળાનું નામ રોશન કરવા જણાવ્યું. અને ધોરણ ૮ ના વિદ્યાર્થી દ્વારા શાળાને ત્રણ ઇલેક્ટ્રિક ઘડિયાળ તેમજ ગાંધીજી અને ભારત માતાનો ફોટો ભેટ આપ્યો. સી.આર.સી. કો. દ્વારા ધો ૮ ના દરેક બાળકને પેન આપી, ટીપીઈઓ દ્વારા એન.એમ.એમ.એસ.માં મેરીટમાં આવેલ બાળકને ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું. તેમજ ધો. ૮ ના વિવિધ કેટેગરીમાં એવોર્ડ પણ આપવામાં આવ્યા. જેમાં એકમ કસોટી પ્રથમ, નિયમિત હાજરી, મિશન વિદ્યા પ્રથમ, શાળાના વિવિધ કામમાં પ્રથમને ધો. ૮ ના વર્ગ શિક્ષક   એમ.એચ ચૌધરી અને યુ.એન.ચૌધરી દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું. જેથી બીજા બાળકોને પ્રેરણા મળે. સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકો અને આચાર્ય  પિયુષભાઈ દરજી દ્વારા સફળ બનાવ્યો.


Download Our B K News Today App



Related News