શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં શાળામાં થઈ તાળાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-29 12:11:54
  • Views : 336
  • Modified Date : 2021-12-29 12:11:54

 

ગુજરાત સરકાર્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના મત વિસ્તારમાં વાલીઓએ શાળામાં પ્રાથમિક સુવિધાના અભાવને પગલે શાળામાં તાળાબંધી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.. ૧૭૦ વિધાર્થી ધરાવતી શાળામાં જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ અર્થે નહીં મોકલવાનો ગામના વાલીઓએ લીધો છે..

 

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને લઈ મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે.. પરંતુ આજનો દિવસ સરકાર માટે શરમજનક દિવસ સાબિત થયો છે.. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે એક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે.. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડીયા ગામમાં આવેલી વડીયા પ્રાથમિક શાળામાં છેલ્લા વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.. ૧૭૦ વિધાર્થીઓ ધરાવતી શાળામાં બાળકો માટે બાથરૂમ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.. અને અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનિક કક્ષાએથી માંડી ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં માંગણીઓ સંતોષવામાં ના આવતા આજે સ્થાનિક ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી બાળકોને શાળામાં અભ્યાસ અર્થે મોકલવાનું બંધ કરી દીધું હતું..

વાલીઓએ આજે શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લેતા શાળાના શિક્ષકો પણ વાલીઓને સમજાવવા માટે પહોંચ્યા હતા.. પરંતુ શિક્ષકોની વાત માનવાનો પણ વાલીઓએ ઇનકાર કરી દીધો હતો અને શાળાને તાળાબંધી કરી હતી.. ત્યારે શિક્ષકો પણ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા વાલીઓની માંગણીઓને ઝડપથી સંતોષવામાં આવે તો શાળામાં અભ્યાસ કરતાં ૧૭૦ બાળકોના બગડી રહેલા અભ્યાસને અટકાવી શકાય...

૧૭૦ વિધાર્થી ધરાવતી શાળા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં આવેલી શાળા છે.. અને શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં જો બાળકોને શિક્ષણની સુવિધા મળતી હોય અને શાળાને તાળાબંધી કરવી પડતી હોય તે સરકાર માટે પણ શરમજનક ઘટના છે..

Download Our B K News Today App



Related News