ડીસા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 12:12:53
  • Views : 185
  • Modified Date : 2022-03-17 12:12:53

કોરોના કાળ બાદ પ્રથમવાર શાળા આરોગ્ય ચકાસણી ફરી એકવાર શરૂ કરવામાં આવી છે.. આરોગ્ય વિભાગના કર્મચારીઓ શાળાઓમાં પહોંચી બાળકોના આરોગ્યની ચકાસણી કરી બાળકોમાં કોઈ ગંભીર બીમારીના લક્ષણો જણાય તો બાળકોને વધુ સારવાર માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે..

 

બનાસકાંઠા જીલ્લામાં એકવાર ફરી શાળા આરોગ્ય ચકાસણી કેમ્પ શરૂ થઈ ચૂક્યા છે.. શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના આરોગ્યને લઈ ચિંતિત સરકાર દ્વારા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે.. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમ્યાન શાળાઓ અનિયમિત થઈ જતાં શાળા આરોગ્ય ચકાસણી કેમ્પ યોજી શકાયા નહોતા... પરંતુ હવે શાળાઓ એકવાર ફરી નિયમિત થતાં સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે.. જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોની ઊંચાઈ, વજન સહિત તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે.. ચકાસણી તબીબો દ્વારા કરવામાં આવી રહી છે અને બાળકોમાં ચકાસણી દરમ્યાન સામાન્ય બીમારી ધરાવતા બાળકોને સ્થળ પર દવાઓ આપવામાં આવી રહી છે.. જ્યારે કોઈ બાળકોમાં ગંભીર બીમારીના લક્ષણો જણાય તો તેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવી રહ્યો છે અને આવા બાળકો માટે યોગ્ય સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.. આજે ડીસા ખાતે પણ શાળા આરોગ્ય ચકાસણી દરમ્યાન મોટી સંખ્યામાં બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી..

Download Our B K News Today App



Related News