ઇન્ટરનેટ સેવા બંધ , અનેક વિસ્તારમાં સંચારબંધી જમ્મુ કાશ્મીર ૧૪૪ લાગુ થઇ , સ્કૂલ અને કોલેજ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 11:20:17
  • Views : 525
  • Modified Date : 2019-08-06 11:20:17

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી પહેલા જ સાવચેતીના વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે અડધી રાત બાદ કઠોર નિર્ણયોની શરૂઆત થઇ હતી. કાશ્મીરમાં જારદાર રાજકીય હલચલ વચ્ચે આજે સવારે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. રાજ્યને લઇને કોઇ મોટા નિર્ણયની વચ્ચે સવારે છ વાગ્યાથી કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. જમ્મુ જિલ્લાના અધિકારી સુષ્મા ચૌહાણે કહ્યુ હતુ કે પાંચમી ઓગષ્ટના દિવસે સવારે છ વાગ્યાથી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી આ કલમ અમલી રહેશે. કલમ ૧૪૪ અમલી કરવાનો અર્થ એ થયો કે હવે જમ્મુકાશ્મીરમાં કોઇ પણ જગ્યાએ ચાર કરતા વધારે વ્યÂક્ત એકત્રિત થઇ શકશે નહીં. જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી  દેવામાં આવી છે. આ ગાળા દરમિયાન કોઇ પણ રેલી, ધાર્મિક કાર્યક્રમની મંજુરી  આપવામાં આવનાર નથી. તમામ સ્કુલ અને કોલેજને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બુધવારના દિવસે યોજાતી બેઠક આજે સવારે થઇ હતી. સવારે ૯-૩૦ વાગે આ બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારના દિવસે એનએસએ અજિત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગૌબા, આઇબી ચીફ અરવિન્દ કુમારઅને રો વડા સમંત ગોયલની સાથે બેઠક યોજી હતી. સાથે સાથે ગૃહ મંત્રાલયમાં કાશ્મીર મામલાના વધારાના સચિવ જ્ઞાનેશ કુમાર સાથે પણ બેઠક કરી હતી.ત્રાસવાદી હુમલાના ભય વચ્ચે અમરનાથ યાત્રીઓને પરત ફરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. કાશ્મીરના કેટલાક વિસ્તારમાં સંચારબંધી પણ લાગુ કરી દેવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં Âસ્થતી ખુબ જટિલ થયેલી છે.

Download Our B K News Today App



Related News