વાવાઝોડાને પગલે અનેક શાળાઓ બંધ, શાળા પ્રવેશોત્સવ પણ થઈ શકે છે કેન્સલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 17:01:55
  • Views : 652
  • Modified Date : 2019-06-11 17:01:55

સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે વાયુ વાવાઝોડાને ત્રાટકવાને 36 કલાકની વાર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્ર ખડેપગે ગોઠવી દેવાયું છે. દરિયા કાંઠે એલર્ટ જાહેર કરાયું છે, અને શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વાયુની અસર શિક્ષણ પર પણ જોવા મળશે. વાયુ વાવાઝોડાને પગલે શાળા પ્રવેશોત્સવ કેન્સલ થાય તેવા એંધામ છે. આ અંગે મોડેથી જાહેરાત થાય તેવી સંભાવના છે.વાવાઝોડાની અસરને પગલ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી અનેક શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ક્યાં ક્યાં રજા જાહેર કરાઈ છે. વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લાની શાળા અને આંગણવાડીમાં તા.12.અને 13 એમ બે દિવસ રજા જાહેર કરાઈ છે. તો શિક્ષકોએ શાળાઓમાં હાજરી આપવાની રહેશે. માત્ર બાળકોએ શાળાએ ના મોકલવા કલેક્ટરનો આદેશ છે. પોરબંદરમાં "વાયુ" વાવાઝોડાને લઈને જિલ્લાની તમામ શાળા-કોલેજમાં ત્રણ દિવસ રજા રહેશે. તારીખ 12 થી14 તારીખ સુધી રજા રહેશે. રાજકોટમાં આગામી 13 તારીખના રોજ મનપાએ સરકારી શાળામાં રજા જાહેર કરી છે. મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની દ્વારા તકેદારીના ભાગ રૂપે રજા જાહેર કરી છે.ઉના-દીવની શાળાઓમાં પણ ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.

Download Our B K News Today App



Related News