વાવના ભાટવરવાસની માધ્યમિક શાળા ભયજનક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 11:21:56
  • Views : 440
  • Modified Date : 2019-06-25 11:21:56

મોદી સરકાર દ્વારા દરેક ગામમાં શિક્ષણ પ્રત્યે અનેક કાર્યો કરવામાં આવે છે. એમાંય ગામડાઓમાં તો એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે પ્રવેસોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે આંતરિયાળ ગામડાઓની શાળાઓ એટલી હદે જર્જરીત હાલતમાં હોય છે કે બાળકો અભ્યાસ કરવા જતાં ભય અનુભવે છે ત્યારે આવી જ એક શાળા ભાટવરવાસ ગામે આવેલી છે.
વાવ તાલુકાના ભાટવરવાસ ગામની માધ્યમિક શાળા
જર્જરીત હાલતમાં છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપર ભય તોળાઈ રહ્યો છે. આ શાળાની હાલત દેખતા ગમે ત્યારે શાળાનું મકાન ઘરાશાયી થાય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતાં ડરે છે. બાળકો બહાર ખુલ્લામાં અભ્યાસ કરે છે. શાળાના રૂમોની છતના પોપડા પડી ગયા છે. છતની ખીલાસરી બહાર દેખાઈ રહી છે. આવી હાલત શાળાના બધા જ રૂમોની છે.
 ગુજરાત શિક્ષણ ખાતાની ટીમ રૂબરૂ મુલાકાત લે તે ઈચ્છનીય છે. જા વરસાદની સિઝનમાં આ શાળા ધરાશાયી થશે અને કોઈ મોટી જાનહાની થશે તો તેની જવાબદારી કોની ? વાલીઓ પણ પોતાના બાળકોને શાળામાં મુકતા ડરે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે કે આ શાળાને લાગતા વળગતા અધિકારીઓ મુલાકાત લઈ શાળાનું રીપેરિંગ કામ કરાવે.


Download Our B K News Today App



Related News