રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાલના મોત અંગે આજે સોમવારે ડીસામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કાર્યકરોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 12:48:11
  • Views : 265
  • Modified Date : 2022-08-30 12:48:11

રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાલના મોત અંગે આજે સોમવારે ડીસામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કાર્યકરોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

 

રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાલના મોત અંગે આજે સોમવારે ડીસામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કાર્યકરોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ઉપરાંત કસૂરવાર આચાર્ય સામે કડક કાર્ય કરવામાં આવી તેવી રજૂઆત કરી હતી. રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામની પ્રાથમિક શાળામાં દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલે આચાર્ય છેલસિંગના માટલામાંથી પાણી પીતાં આચાર્યએ ઢોરમાર મારવાના કારણે ઈન્દ્ર મેઘવાલનું મોત નીપજ્યું હતું. જેને લઇ સમગ્ર ભારતમાં દલિત સંગઠનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે અને દેશભરમાં અસ્પૃશ્યતા નિવારણ અંગેની માંગ ઉઠવા પામી છે. જેને લઇ ડીસા ખાતે પણ ડીસા તાલુકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કાર્યકરો ઇન્દ્ર મેઘવાલના મોત બદલ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા તેમજ દલિત જાતિઓને અસ્પૃશ્યતામાંથી બહાર લાવવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજીનામું આપે, કસૂરવાર આચાર્યને ફાંસીની સજા તેમજ વિદ્યાર્થીના પરિવારને 50 લાખની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News