માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-29 12:05:53
  • Views : 265
  • Modified Date : 2024-03-29 12:05:53

સુરત: ચૂંટણી ટાણે જ સુરત જિલ્લામાં સફાઈ કામદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. 90 સફાઈ કર્મચારીઓ બાકી પગાર સહિતના વિવિધ પડતર પ્રશ્નનો લઈ બે દિવસથી નગરપાલિકા ખાતે હડતાળ પર બેઠાં છે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સફાઈકામદારોની માગ છે કે તમામ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવાય, અવસાન થાય તો પરિવારના સભ્યોને તાત્કાલિક નોકરી આપવામાં આવે, બાકી પગાર જેવી વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી કામથી અળગા રહ્યા હતા.નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો.  આ ઉપરાંત  માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News