સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 18:12:57
  • Views : 228
  • Modified Date : 2022-10-09 18:12:57

 

બનાસકાંઠાના સરહદી ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલ વાવ તાલુકાના કેટલાય એવા ગામો છે જ્યાં હજુ પણ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના લોદરાણી ગામે જ્યાં છેલ્લા 16 દિવસથી પીવાના પાણીનો કકળાટ ઉઠ્યો છે જોકે આ બાબતે સરપંચ તેમજ સ્થાનિક લોકોએ જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી પીવાનું પાણી રેગ્યુલર મળતું નથી જોકે એક બાજુ ચોમાસુ કરેલ પાકની કાપણીનો સમય છે અને બીજી બાજુ પીવાના પાણીની સમસ્યા લોદરાણી ગામના લોકો પીવાના પાણી માટે દરદર ભટકી રહ્યા છે પાણી માટે લોકો એક એક કિલોમીટર દૂર એક એક બુંદ માટે ભટકી રહ્યા છે જોકે સ્થાનિક અગ્રણી શ્રવણભાઇ મણવરે જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સમસ્યા હલ થાય તેવી અમારી માંગ છે

Download Our B K News Today App



Related News