ગોધરામાં મૃતકની જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-06 16:45:36
  • Views : 118
  • Modified Date : 2023-08-06 16:45:36

 ગોધરામાં મૃતકની જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોધરામાં જમીનના સાચા માલિક શ્રીપતરાય મજમુદારનું વર્ષ 1984માં મરણ થયું હતું. જેમના સીધા કોઈ વારસદાર ન હોવાથી મૃત્યુના 35 વર્ષ બાદ જમીન હડપવા કારસો રચાયો હતો. જેનો પર્દાફાશ થયો છે.મળતી માહિતી અનુસાર મૃત વ્યક્તિને જીવિત બતાવી વર્ષ 2019-20માં વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. ઠગ ટોળકીએ પોતે મૂળ માલિક હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. જે બાદ જમીનના મૂળ માલિકના મૃત્યુ અંગે કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં જમીનના મૂળ માલિક વર્ષ 1984માં જ મૃત્યુ પામ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ ગોધરા પોલીસે 10 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

Download Our B K News Today App



Related News