પાટણમાંથી સબસીડીવાળા યુરિયા ખાતરને સગેવગે કરવાનુ કૌભાંડ ઝડપાયુ, 2ની ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-05 16:04:35
  • Views : 119
  • Modified Date : 2023-11-05 16:04:35

પાટણમાંથી સરકારી રાસાયણિક સબસીડી યુક્ત ખાતરને ઝડપાયુ છે. સરકારી યુરિયા ખાતરને બારોબાર સગવગે કરવામાં આવતુ હોવાને લઈને સ્પેશિલ ઓપરેશન ગૃપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન એસઓજીની ટીમે ખાતરનો મોટો જથ્થો ઝડપી લઈને તપાસ શરુ કરી છે. પાટણના હારીજ વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વરી જીનીંગ મિલમાંથી ખાતરનો જથ્થો ઝડપાયો છે.યુરિયા ખાતરની 562 જેટલી બેગને એસઓજીએ જપ્ત કરીને બે શખ્શોની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને ખાતર ક્યાંથી અને કેવી રીતે સગેવગે કરતા હતા દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. સરકારી ખાતર સબસીડી યુક્ત ખાતર હોવા છતાં તેને બારોબાર વેચાણ કરવામાં આવતુ હોવાનુ કૌભાંડ માનીને તપાસ શરુ કરાઈ છે.

Download Our B K News Today App



Related News