સુરતના પુણામાંથી બોગસ આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 16:08:59
  • Views : 120
  • Modified Date : 2023-06-19 16:08:59

સુરત ના પુણામાં નકલી આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. સુરત શહેર SOG ટીમે આધાર કાર્ડ બનાવતી એજન્સીના 2 અધિકૃત એજન્ટ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. આ ઉપરાંત અન્ય 3 બ્લેક લીસ્ટ કરવામાં આવેલા શખ્શ ઝડપાયા હતા. SOG એ 5 શખ્શોની ધરપકડ કરી છે. માત્ર 1500 થી 3 હજાર રુપિયામાં આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. આ ટોળકીએ ગ્લાદેશી લોકોને પણ અહીં આધાર કાર્ડ બનાવી આપ્યા હોવાની આશંકા છે. સુરત SOG એ હવે તપાસની કાર્યવાહી શરુ કરી છે.SOG ને ટોળકીની ઓફીસમાંથી બોગસ આધારકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. ટોળકીએ અધિકૃત પ્રકારની ઓફીસ તૈયાર કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. કોમ્પ્યુટર દ્વારા બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના આધારે આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. એજન્સી જેને આપવામાં આવી છે, તે શખ્શોની તપાસ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને બીજા કયા દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા છે તેની તપાસ શરુ કરી છે.

Download Our B K News Today App



Related News