રાજકોટના સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસમાં કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-09 11:50:44
  • Views : 64
  • Modified Date : 2024-03-09 11:50:44

રાજકોટના સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસમાં કૌભાંડ બહાર આવ્યુ છે.સરકારી આવાસ કૌભાંડમાં અહેવાલ બાદ મનપા તંત્ર સફાળુ જાગ્યું છે.જેના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કૌભાંડમાં મનપાના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા કેવી રીતે આવાસમાં રાજકીય વર્ગ  વાપરીને કૌભાંડનો ખેલ કરાયો હતો તેનો ખુલાસો કરાયો હતો.અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ મનપાના મેયર નયના પેઢડિયાએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને તપાસ કરવાની સૂચના આપી છે. ઉલ્લેખનિય છે કે વોર્ડ નંબર 5 અને 6ના મહિલા કાઉન્સિલર વજીબેન અને દેવુંબેનના પતિએ રાજકીય વગના જોરે ગેરકાયદે આવાસ મેળવ્યા હતા. આ સાથે જ દાવો કર્યો હતો કે તેઓએ કાયદેસર રીતે જ આવાસ મેળવ્યા છે.મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ જ રાજ્યના મુખ્યપ્રધાને ઓનલાઇન ડ્રો દ્વારા આવાસોની ફાળવણી કરી હતી. ત્યારે ગરીબોના હક પર તરાપ મારતા નેતાઓના પર્દાફાશ બાદ હવે કાર્યવાહીની હૈયાધારણા મેયરે આપી છે.ત્યારે જોવાનું રહે છે કે આ કેસમાં કેવી તપાસ થાય છે અને શું કાર્યવાહી થાય છે.ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિ પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. વોર્ડ-5ના વજીબેનના પતિ કવા ગોલતર પર અને વોર્ડ-6ના દેવુબેનના પતિ મનસુખ જાદવે પર પણ આરોપ લગાવામાં આવ્યા છે. કોર્પોરેટરના પતિએ ખોટી રીતે આવાસો મેળવ્યાનો પણ આરોપ લગાવામાં આવ્યો છે.બંને નેતાઓએ સેટિંગ કરીને ગેરકાયદે આવાસો મેળવી લીધા હતા. તેમજ લાભાર્થીઓની યાદીમાં સંબંધીઓના નામે 20 ફ્લેટ મેળવ્યા હતા.

Download Our B K News Today App



Related News