યાત્રાધામ ઢીમામાં એસબીઆઈ બેંકમાં ભારે ભીડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 13:09:14
  • Views : 434
  • Modified Date : 2019-04-30 13:09:14

જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાએ ૧૦,૦૦૦ હજારની જનસંખ્યા ધરાવતું વાવ તાલુકાનું મોટું યાત્રાધામ અને મોટું ગામ ગણાય છે. તો વળી નાના ગામડાઓના લોકો પોતાનાં કામકાજ અર્થે અહીંયા આવતાં હોય છે.  યાત્રાધામ ઢીમામાં આજદિન સુધી એટીએમની પણ સુવિધા નથી. ત્યારે યાત્રાધામમાં એક નવીન રાષ્ટ્રીયકૃત બેંક ચાલું કરવાની પ્રજાજનોની વર્ષોની માંગ છે. જે બેંક યાત્રાધામ તરીકેનાં વિકાસમાં ચાર ચાંદ લગાવી દેશે.પવિત્ર યાત્રાધામમાં શ્રી ધરણીધરજી ભગવાનનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે.  ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, સેવા સહકારી મંડળી, બનાસ બેંક,૮ જેટલી વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા,  એસબીઆઈની બ્રાન્ચ યાત્રાધામમાં વર્ષોથી કાર્યરત છે પરંતુ સુવિધાઓનાં અભાવે ગ્રામજનો આજુબાજુનાં નાના ગામડાઓમાંથી આવતાં ખેડૂતો, વેપારીઓ અને સરહદી વિસ્તારમાંથી આવતી અભણ અને ભોળી પ્રજા સરકારી કામકાજ અર્થે આવતાં હોય છે. અને બેંકમાં ભારે ભીડનાં કારણે હેરાન પરેશાન થાય છે.  વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં આવેલ વિનાશકારી પુરમાં બેંકની અનેક અગત્યની ફાઈલો અને ડોકયુંમેન્ટ તણાઈ જવાં પામ્યાં હતાં. પાકધિરાણની અનેક ફાઈલો તણાઈ જવાથી બ્રાન્ચને આશરે બે વખતમાં રૂ ૨૦ લાખનું નુકશાન થવાં પામ્યું હતું. ત્યારે નવીન રાષ્ટ્રીયકૃત બેંક ચાલું કરવાની ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News