વાવ તાલુકામાં નર્મદા કેનાલના સાયફનમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:43:09
  • Views : 385
  • Modified Date : 2020-08-07 11:43:09

સરહદી વાવ તાલુકામાં નર્મદાની કેનાલ થકી અંતરિયાળ વિસ્તારોમાં નર્મદાના પાણી દ્વારા ખેડૂતોને માટે સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા આજદિન સુધી અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ખેડૂતને ખેતરે ખેતરે નર્મદાનું જળ઼
પહોંચે અને જેના દ્વારા ખેડૂત
પોતે પગભર થાય તેવી યોજના અમલમાં મુકવામાં આવી હતી. ત્યારે ઢીમા બ્રાન્ચ  ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી ચોથાનેસડા ડિસ્ટ્રી કેનાલના સાયફનમાંથી પાણીનો પ્રવાહ નીકળતો નહોતો. ત્યારે વાવ તાલુકાના ચોથાનેસડા, ચંદનગઢ, ટડાવ, નાળોદર જેવા અનેક ગામડાઓનાં ખેડૂતોની અનેક રજૂઆતોને પગલે ઢીમા નજીકથી પસાર થતી કેનાલોનાં સાયફન નવીન બાંધવાની કામગીરીઓ ચાલી રહી છે. સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ સાયફન બાંધવામાં આવનાર છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને નર્મદાના સરકારી અધિકારીઓની મિલીભગતથી આર.સી.સી. ના કામમાં પૂરતા પ્રમાણમાં સિમેન્ટ, કપચી સહિત લોખંડનો ઉપયોગ કર્યો નથી. તો વળી જ્યાં આર.સી.સી. કરવામાં આવ્યું છે. ત્યાં પણ સિમેન્ટનો ઉપયોગ જરૂરી રીતે કરવામાં આવ્યો નથી.
કેનાલોના સાયફન
બાંધવાની કામગીરીઓ ત્રણ માસથી ચાલુ છે. તો વળી ખેડૂતો દ્વારા બાજરી, જુવાર સહિત ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને સાયફન
બાંધવાની કામગીરીઓ પણ રાજ્ય સરકાર ઉપરવાસમાં પડેક ભારે વરસાદને પગલે કેનાલોમાં પાણી છોડવવાની જાહેરાત કરવામાં આવી કે તરત કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદીને જુના સાયફન ખોદી નવીન સાયફન બાંધવાની કામગીરીઓ કરવામાં આવતા કેનાલોમાં
પાણી બંધ થવાથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. સરહદી વાવ તાલુકામાં ઘનઘોર વાદળો બંધાય છે પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ નહિ હોવાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
ત્યારે સત્વરે કેનાલોમાં સાયફનની કામગીરીઓ પૂર્ણ કરીને સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News