કેનાલોમાં પાણી છોડવામાં આવતા જ તંત્રને ઢીમા ચોથાનેસડા ડિસ્ટ્રી. કેનાલનું નવું સાયફન બાંધવાનું યાદ આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-20 12:05:47
  • Views : 419
  • Modified Date : 2020-06-20 12:05:47

સરહદી વાવ તાલુકાની માઈનોર, ડિસ્ટ્રીબ્યુટરી અને સબ માઈનોર કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ત્યારે કેનાલોમાં
પાણી ચાલુ થાય તે પહેલાં જ  વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા નજીકથી પસાર થતી ઢીમા મેઈન ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી ચોથાનેસડા ડિસ્ટ્રી. કેનાલનું તખતપુરા (રામ આશરા) નજીક રોડ તોડી નવું સાયફન બાંધવાનું કામ ચાલુ કરવામાં આવતા જ કેનાલમાં
 પાણી ચાલુ થાય તે પહેલા જ કોન્ટ્રાકટરને હવે કામ યાદ આવ્યું છે. તો વળી એક માસ સુધી કેનાલમાં સિંચાઈ માટે
પાણી ચાલુ નહિ થાય ત્યારે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આટલા દિવસ સુધી કેનાલોનું રીપેરીંગ સહિત સફાઈનું કામ મોડે મોડે સુધી કરવામાં આવતા ખેડૂતોને ડે.સીએમ નીતિનભાઈ પટેલની જાહેરાત દ્વારા કરવામાં આવતા કામનો કોઈ ફાયદો થયો નહિ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલો
બાંધવામાં આવી છે. ત્યારે ઢીમા રામઆશરા નજીક એક જ નાળુ હોવાથી કેનાલમાંથી
પાણીનો પ્રવાહ નીકળતો નહોતો અને બન્ને સાઈડના કૂવાઓમાં કચરો ભરાઈ જવાથી કેનાલો વારંવાર ઓવરફ્‌લો થતી હોવાથી અંતે કેનાલ પર મોટું સાયફન
બાંધવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે સત્વરે કામગીરી પુરી કરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News