બનાસકાંઠા સાંસદ જિલ્લાના પી.એચ.સી અને સી.એચ.સી. ની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-29 11:59:37
  • Views : 550
  • Modified Date : 2020-03-29 11:59:37

 કોરોનાનો વાયરસ ભારત પર વકરી રહ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યમાં પણ પોઝિટીવ કેસનો વધારો જોવા મળી રહ્યો છે . પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાની સતત ચિંતા કરતા બનાસકાંઠાના સાંસદ
પરબતભાઇ પટેલ જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના પીએચસી અને સી.એચ.સી. સેન્ટરોની મુલાકાત લીધી અને સાવચેતી રાખવા તેમજ મેડિકલ સ્ટાફ અને સતત જાગૃત રહી કામગીરી કરવા અપીલ કરી હતી. સાથે સાથે  જણાવ્યું હતું કે આપણે બનાસકાંઠા જિલ્લાને સતત સરકારના આદેશ અનુસાર લોકડાઉનનું પાલન કરીએ અને ઘરની બહાર ના નીકળીએ. તેમજ આવતા સમયમાં અને પાંચ એપ્રિલ સુધી વાયરસનો વધારો જોવા મળશે તેવું માની સાવચેતી રાખવી જરૂરી છે. 

Download Our B K News Today App



Related News