એરંડાની ખેતી કરતાં ખેડૂતોને આ વર્ષે બખ્ખાં : એરંડાના ભાવો ઓલટાઇમ હાઇની સપાટી પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:49:42
  • Views : 488
  • Modified Date : 2022-05-24 10:49:42

એરંડાની ખેતી કરતાં ખેડૂતોને આ વર્ષે બખ્ખાં : એરંડાના ભાવો ઓલટાઇમ હાઇની સપાટી પર

 

એરંડાની ખેતી કરતાં ખેડૂતોને આ વર્ષે બખ્ખાં થઈ ગયા છે.. એરંડાના ભાવો આ વર્ષે ઓલટાઈમ હાઇની સપાટી કુદાવી ગયા છે.. આજે એરંડાનો ભાવ ૧૫૪૧ રૂપિયાની ઓલટાઇમ હાઇની સપાટી પર પહોંચી ગયો છે.. આજે ડીસા માર્કેટ યાર્ડમાં એરંડાના નીચા ભાવ ૧૪૮૧ રૂપિયા રહ્યા હતા.. જ્યારે ઊંચા ભાવ ૧૫૪૧ સુધી પહોંચ્યા હતા. અને એવરેજ ભાવ ૧૫૨૦ રૂપિયા નોંધાયા હતા..

 

બનાસકાંઠા જીલ્લામાં તેલીબિયાની ખેતી કરતાં ખેડૂતોને આ વર્ષે સારા ભાવો મળી રહ્યા છે.. તેલીબિયામાં મગફળી, રાયડો અને એરંડાના ભાવો આસમાને છે.. અને દરરોજ નવી નવી સપાટીને આંબી રહ્યા છે.. ત્યારે રાયડા બાદ હવે એરંડાના ભાવો પણ ઓલટાઇમ હાઇ પહોંચી ગયા છે. એરંડાની ખેતી કરતાં ખેડૂતો વર્ષમાં એક જ વાર પાક લઈ શકે છે.. જ્યારે અન્ય ખેત પેદાશોની વર્ષ દરમ્યાન ત્રણ વાર સિઝન લઈ શકાય છે અને તેના લીધે જ એરંડાનું વાવેતર ખેડૂતો ખૂબ જ ઓછા પ્રમાણમાં કરતાં હોય છે.. અને તેના લીધે એરંડાનું ઉત્પાદન પણ ઓછું થાય છે.. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ માસથી ચાલી રહેલા યુધ્ધને લઈ સમગ્ર વિશ્વમાં ખાધતેલના ભાવો આસમાને પહોંચી ગયા છે.. અને તેના લીધે તેલીબિયાની માંગમાં પણ ખૂબ જ વધારો નોંધાયો છે.. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં એરંડાનું ઉત્પાદન પણ ઓછું થતાં એરંડાના ભાવો આસમાને પહોંચી ગયા છે.. આજની વાત કરવામાં આવે તો આજે ડીસા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવો ઐતિહાસિક ૧૫૪૧ રૂપિયા પ્રતિ ૨૦ કિલો પહોંચી ગયા હતા.

એરંડાનું બજાર અત્યારે તેજીમાં છે અને વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે એરંડાના આ ભાવો ઐતિહાસિક ભાવો છે અને પ્રથમવાર આટલા ઊંચા ભાવો એરંડાના મળી રહ્યા છે.. તો બીજી તરફ એરંડાની આવક પણ ખૂબ જ ઓછી હોવાથી ભાવો આસમાને પહોંચી ગયા છે.

Download Our B K News Today App



Related News