થરાદની દેનાબેંક શંકાના દાયરામાં વહેલી સવારે લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 11:22:37
  • Views : 375
  • Modified Date : 2019-10-19 11:22:37

બનાસકાંઠામાં થરાદના ભરચક વિસ્તારમાં અને હાર્દસમા વિસ્તારમાં આવેલી દેના બેંકમાં એકાએક ઓચિંતી આગ લાગી જતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ દેના બેંકમાં ઓચિંતી આગ લાગી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
બનાસકાંઠાના થરાદના ભરચક અને હાર્દસમા વિસ્તારમાં આવેલી દેનાબેંકમાં એકાએક ઓચિંતી આગ લાગી જતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની વિગતો જોઈએ તો વહેલી સવારે થરાદમાં આવેલી દેનાબેંકમાં ઓચિંતી આગ લાગી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જેમાં વહેલી સવારે લાગેલી આગમાં બેંકમાં રહેલા કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ સ્ટેશનરી સહિત અન્ય ચીજવસ્તુઓ ભીષણ આગમાં સંપડાઈ જતા બળીને રાખ થઈ ગયા હતા. જે આગના પગલે સમગ્ર થરાદ શહેરમાં ભારે દોડધામ મચી ગઇ હતી.આમ વહેલી સવારે લાગેલી આગની ખબર ફાયરફાઈટર અને બેંકના મેનેજરને કરાતા તાત્કાલિક બેંક મેનેજર ઘટનાસ્થળે દોડી આવી લાગેલી આગને કાબૂમાં લેવા માટે લોકોની મદદથી પાણીનો જોરદાર મારો લગાવવામાં આવ્યો હતો। છતાં પણ આગ કાબૂમાં આવી શકી નહોતી. જ્યારે ફાયર ફાઈટર દ્વારા ભારે જહેમત બાદ ભયાનક આગને કાબૂમાં લઇ શકાઇ હતી. જોકે આ ભયંકર આગને પરિણામે બેંકમાં રહેલી કેટલીક
ચીજવસ્તુઓ તેમજ ઈલેક્ટ્રોનિક માલ સામાન શહીદ ફર્નિચર તેમજ સ્ટેશનરીને માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આમ આ આગ શોર્ટ-સર્કિટને
પરિણામે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News