સરકાર દ્વારા આદર્શ ગામમાં લેવાયેલું જોડીયાળીનું સવાણા વિસ્તાર વિકાસથી વંચિત : પ્રાથમિક સુવિધાઓ મળે તેવી ગામ લોકોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-04 11:15:20
  • Views : 308
  • Modified Date : 2021-10-04 11:15:20

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના જોડિયાળી ગામના સવાણા વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે જોકે ભારત સરકાર દ્વારા આદર્શ ગામ યોજના માં જોડીયાળી ગામનો સમાવેશ કરવા છતાં જોડિયાળી ગામનો સવાણા વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત છે.

 

બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે તેનું કારણ છે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારો  હજુ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે

બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે તેનું કારણ છે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારો  હજુ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠાના વાવ તાલુકા ના સરહદી વિસ્તાર ના જોરડીયાળી ગ્રુપ ગ્રામ પંચાયતમાં  સવાણા("મડાલી) ગામ આવેલુ છે જે અંદાજે 500 મત વિસ્તાર ધરાવતું ગામડું છે જ્યારે એ ગામ કેટલીક પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જ્યારે સવાણા વિસ્તારના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલા 45 વર્ષથી અમે લોકો અહીં વસવાટ કરીએ છીએ અમારી પાસે આધારકાર્ડ. ચૂંટનીકાર્ડ .રેશનકાર્ડ અને આકારણી વેરાપાવતી જેવા તમામ આધાર છે તમામ ચૂંટણીઓ માં અમે મત આપીએ છીએ પરંતુ અમારા વિસ્તાર ને સરકારી લાભોથી વંચીત કેમ રખાય છે સરકાર દ્વારા બનાવેલા તમામ શૌચાલયો બની ગયા પરંતુ .આંગડવાડી .શાળા .પીવાના પાણીની સુવિધા રોડ રસ્તાઓ થી વંચિત રહ્યા છીએ.જોકે ઉલ્લેખનીય છે કે વાવ તાલુકા નું જોરડીયાળી ગ્રુપ ગ્રામ પંચાયત ને સરકાર દ્વારા આદર્શ ગામ યોજનામાં લેવામાં આવ્યું છે તો તો એ આદર્શ ગામ કયા ? જોકે સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે આજ સુધી કોઈ સુવિધાઓ મળી નથી મકાન સહાય માં કોઈક ને એકાદ હપ્તો કે બે હપ્તા મળ્યા હશે પરંતુ બીજી કોઈ સુવિધાઓ મળી નથી ચૂંટણી ટાણે મધપૂડા ઉપર માખીઓ આવે એમ ચૂંટણી રશિયાઓ મત માંગવા આવે છે તમને બધાજ લાભ અપાવસુ એવું કહીને પછી પાંચ વર્ષ કોઈ આવતું નથી કદાચ સરકાર ના ચોપડે આ ગામ લખાયેલું પણ નહીં હોય એવું અમને લાગે છે જોકે આવું બધું જાણતા એવું લાગે છે કે નેતાઓ અને અધિકારીઓ આ ગામમાં ગયા તો છે પણ સુ કારણ હશે કે આ ગામને કોઈ પ્રાથમિક સુવિધાઓ ના મળી જોકે આટઆટલા વર્ષો થી કોઈ સુવિધાઓ ન મળતા લોકો માં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો જોકે બસોથી વધુ માણસો ની એકજ માગ ઉચ્ચ અધિકારી અમારા ગામની જાત મુલાકાત  કરે જોકે અસ્થાનિક તંત્ર તો આંધળું હોય એવું લાગે છે જેથી જિલ્લા લેવલ ના ઉચ્ચ અધિકારી અમારા ગામનું જાત મુલાકાત કરે અને અમને અમારા અધિકારો પ્રાથમિક સુવિધાઓ અપાવે એવી અમારી ઉગ્ર માંગ છે.

Download Our B K News Today App



Related News