પંદર બ્રાહ્મણો દ્વારા ડીસાના રાણપુરમાં બનાવાઈ રહ્યા છે સવા લાખ શિવલિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 11:35:58
  • Views : 426
  • Modified Date : 2020-07-26 11:35:58

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે. ત્યારે આ મહામારીમાંથી મુક્તિ મળે જે માટે ડીસાના એક યુવા બિલ્ડરે એકમાસ સુધી સવા લાખ શીવલિંગ બનાવી તેની પૂજા કરી રહ્યા છે.આ યુવા બિલ્ડર કોરોના લોકડાઉન સમયે પણ કીટ વિતરણ કરી લોકોને મદદરૂપ બન્યાં હતા.
 પી.એન. માળી મૂળ બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામના વતની છે. અને રસાણા ગામે આવેલ તેમના ફાર્મ પર પંદર બ્રાહ્મણો દ્વારા એક મહિના સુધી સવાલાખ શિવલિંગ બનાવવાનો નીર્ધાર કર્યો છે. આ બનાવેલા સવા લાખ શિવલિંગને બિલીપત્ર અર્પણ કરી, સવાલાખ
જાપ અને રોજેરોજ આહુતિ આપવામાં આવી રહી છે . હાલ હિન્દુધર્મ નો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને જે સમયે શિવ પૂજાનો મહિમા વધુ હોય છે ત્યારે  ધર્મનું રક્ષણ સાથે -સાથે કોરોના મહામારી માંથી દેશ બહાર આવે તે હેતુથી યુવા બિલ્ડર દ્વારા હાલ તેઓ પરિવાર સાથે ગ્રામજનો,મિત્રો,દ્વારા શિવપૂજા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી છે. આ બાબતે યુવા બિલ્ડર એ જણાવ્યું હતું કે દેશ પર આવી પડેલી કોરોના મહામારીથી દેશ મુક્ત થાય તે હેતુથી આ શિવપૂજા પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે,  લોકડાઉનની જાહેરાત થતા અનેક શ્રમજીવી લોકો મુસીબતમાં આવ્યા હતા. ત્યારે પણ પી. એન. માળી દ્વારા ૫૦ હજાર કીટ બનાસકાંઠામાં જરૂરિયાતમંદો સુધી પહોંચતી કરી હતી. ક્યારે હાલમાં પંદર બ્રાહ્મણો દ્વારા રોજ દિવસની બાર કલાક પૂજા કરવામાં આવી રહી છે. જેથી આ પૂજાનું વિશેષ મહત્વ છે. અને તેનાથી ચોક્કસ દેશ મહમારીમાંથી બહાર આવશે તેમ પૂજારી એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News